એન્ફોર્સમેન્ટ વિભાગે ઈ ન્ડયન એરલાઈન્સ માટે વર્ષ ૨૦૦૫માં ફ્રાન્સ એરબસ કંપની પાસેથી ૪૩ વિમાનોની ખરીદીને લગતા એક કેસમાં દિપક તલવારની ધરપકડ કરવાની મંજુરી માગતી અરજી દિલ્હીની અદાલતમાં કરી છે.

એન્ફોર્સમેન્ટ વિભાગે ઈÂન્ડયન એરલાઈન્સ માટે વર્ષ ૨૦૦૫માં ફ્રાન્સ એરબસ કંપની પાસેથી ૪૩ વિમાનોની ખરીદીને લગતા એક કેસમાં દિપક તલવારની ધરપકડ કરવાની મંજુરી માગતી અરજી દિલ્હીની અદાલતમાં કરી છે. એન્ફોર્સમેન્ટ વિભાગે ખાસ ન્યાયાધીશ સંતોષ સ્નેહી માન સમક્ષ આ અરજી કરતાં જણાવ્યું હતું કે, આ વિમાનોની ખરીદી વખતે થયેલા ગુનાહિત કાવત્રાને ખુલ્લુ પાડવા માટે તલવારની કસ્ટડી જરૂરી છે. અદાલત આ અરજીની સુનાવણી આજે હાથ ધરશે. ઉલ્લેખનિય છે કે, ખાનગી વિદેશી વિમાન કંપનીની તરફેણમાં મસલતો કરીને એર ઈÂન્ડયાને આર્થિક નુકસાન કરવાના અલગ કેસમાં આરોપી તલવારને હાલ ન્યાયીક અટકાયતમાં રખાયો છે.