ન્યૂઝીલેન્ડમાં ક્રાઇસચર્ચ શહેરમાં આવેલી બે મ સ્જદોમાં શુક્રવારની નમાજ દરમિયાન એક બંદુકધારીએ કરેલાં ગોળીબારમાં લગભગ ૪૦ જણાના મોત થયા છે.

ન્યૂઝીલેન્ડમાં ક્રાઇસચર્ચ શહેરમાં આવેલી બે મÂસ્જદોમાં શુક્રવારની નમાજ દરમિયાન એક બંદુકધારીએ કરેલાં ગોળીબારમાં લગભગ ૪૦ જણાના મોત થયા છે. ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસીન્દા એડર્ને આ ઘટનાને દેશમાં કાળા દિવસ તરીકે ઓળખાવી છે. હુમલાને વખોડી કાઢતા તેમણે કહ્યું હતું કે, આવા હિંતાત્મક કાર્યો માટે ન્યૂઝીલેન્ડમાં કોઈ જગ્યા નથી. ન્યૂઝીલેન્ડ પોલિસનાં જણાવ્યા પ્રમાણે આ ઘટના સંદર્ભે ચાર જણાની ધરપકડ કરવામાં આવી છે, અને તેમની પાસેના વિસ્ફોટકોને નિષ્ક્રિય કરી દેવાયા છે, અને હુમલામાં કેટલા વ્યÂક્તઓ સામેલ છે તેની જાણ ન હોવાથી શહેરને બંધ કરી દેવામાં આવ્યું છે. ન્યૂઝીલેન્ડ ખાતેના ભારતના દૂતાવાસે ક્રાઇસ્ટચર્ચ ખાતેની આ ઘટના ઉપર આઘાત વ્યક્ત કર્યો હતો, અને ભારતીયોને મદદ માટે ૦૨૧ ૮૦૩ ૮૯૯ અને ૦૨૧ ૮૫૦ ૦૩૩ નંબર ઉપર જણાવવા કહ્યું છે.

દરમિયાન આ બનાવ બાદ ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલી બાંગ્લાદેશની ક્રિકેટ ટીમનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. બનાવ સમયે ખેલાડીઓ ઘટના સ્થળ પાસે આવેલી અલ નૂર મÂસ્જદ નજીક હતા. હાલમાં ટીમ હોટલમાં સુરક્ષિત છે. શનિવારથી શરૂ થયેલી રહેલી અને આખરી ટેસ્ટ મેચ રમવાની હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે આ મેચ રદ કરવા માટે સમર્થન આપ્યું હતું.