મુંબઈમાં છત્રપતિ શિવાજી ટર્મિનલ નજીક આવેલો ફૂટ બ્રિજનો કેટલોક હિસ્સો તૂટી પડતા છ જણાના મોત નિપજ્યા છે અને ૩૧ જણાને ઇજા થઈ છે.

મુંબઈમાં છત્રપતિ શિવાજી ટર્મિનલ નજીક આવેલો મુસાફરો માટેના ફૂટ બ્રિજનો કેટલોક હિસ્સો તૂટી પડતા છ જણાના મોત નિપજ્યા છે. અને ૩૧ જણાને ઇજા થઈ છે.

રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળના જવાનોને બચાવ કાર્યમાં મૂકવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર સરકારે આ બનાવની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, વર્ષ ૧૯૮૦માં બંધાયેલા આ પુલનું હાલ સમારકામ ચાલી રહ્યું હતું.

તેમણે કહ્યું કે, તપાસ સમિતિ બાંધકામ ઓડિટ કરનારાઓ પૂલને થયેલું નુકસાન ઓળખી શક્યા હતા કે નહીં, તેની પણ તપાસ કરશે. તપાસના અંતે કસૂરવારોને કડક સજા કરાશે. દરમિયાન પોલીસે જણાવ્યું છે કે, સેન્ટ્રલ રેલવે તથા મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારના નજીકના સગાને મેહરની રૂએ પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. એવી જ રીતે ઇજાગ્રસ્તોને સારવાર ઉપરાંત દરેકને પચાસ હજાર રૂપિયા અપાશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ગટના અંગે શોકની લાગણી વ્યક્ત કરી હતી.