કોંગ્રેસે લોકસભા ચુંટણીઓ માટે તેના વધુ ૧૮ ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડી છે.

કોંગ્રેસે લોકસભા ચુંટણીઓ માટે તેના વધુ ૧૮ ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડી છે. ગઈકાલે નવી દિલ્હીમાં પક્ષની કેન્દ્રીય ચુંટણી સમીતિની બેઠક પછી આ યાદી બહાર પાડવામાં આવી હતી. તેમાં આસામમાંથી પાંચ, મેઘાલયના બે, ઉત્તર પ્રદેશ, સિકકીમ અને નાગાલેન્ડના એક-એક તેમજ તેલંગણાના આઠ ઉમેદવારોનો સમાવેશ થાય છે.