ચુંટણી પંચ ધ્વારા ચુંટણી અંગેની ગુપ્ત માહિતી માટેની બહુ વિભાગીય સમિતિની ગઈકાલે નવી દિલ્હીમાં એક બેઠક યોજાઈ ગઈ. નાણાંનો દુરૂપયોગ અટકાવવા માટે અને ન્યાયી ચુંટણીઓ યોજવાની ખાતરી કરવાની ચર્ચા કરાઈ.

ચુંટણી પંચ ધ્વારા ચુંટણી અંગેની ગુપ્ત માહિતી માટેની બહુ વિભાગીય સમિતિની ગઈકાલે નવી દિલ્હીમાં એક બેઠક યોજાઈ ગઈ. મુખ્ય ચુંટણી કમિશ્નર સુનીલ અરોરાએ બેઠકમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, મુકત અને ન્યાયી ચુંટણીઓ યોજવાની ચુંટણી પંચની બંધારણીય ફરજ છે. તેથી મતદારો પર પ્રભાવ પાડી શકે તેવી નાણાં કે અન્ય શકિતઓનો દુરૂપયોગ અટકાવીને ન્યાયી ચુંટણીઓ યોજી તે ચુંટણી પંચ માટે લોકશાહીમાં સૌથી મોટો પડકાર છે. શ્રી અરોરાએ ઉમેર્યુ હતું કે, ચુંટણી પંચ ચુંટણીમાના તમામ દુષણોને નાથવા પ્રતિબધ્ધ છે અને તેણે ઉમેદવારો તેમજ રાજકીય પક્ષો ધ્વારા કરવામાં આવતાં ચુંટણી ખર્ચ પર દેખરેખ રાખવા ખાસ માર્ગદર્શક રૂપરેખાઓ બહાર પાડી છે.