પડકારરૂપ સમયમાં ભારત – અમેરિકા મંત્રણાઓ- અંગે સમીક્ષા

અમેરિકા અને ભારત વચ્ચેના અનેક પ્રશ્નો ઉકેલની રાહ જાઈ રહયાં છે, તેવા પડકારરૂપ સમયમાં બંને દેશ વચ્ચે સુરક્ષા અને વ્યુહાત્મક બાબતો અંગેની નવમા દોરની મંત્રણાઓ યોજાઈ ગઈ. ઈરાન અને રશિયા સામેના અમેરિકાના પ્રતિબંધો તેમજ ટ્રમ્પ વહીવટી તંત્રે ભારતને આપેલી રાહતોની સમય મર્યાદા વધારવા જેવા પ્રશ્નો ઉપરાંત પસંદગીના દેશોની યાદી જીએસપીમાંથી ભારતને દુર કરવાનો અમેરિકાનો નિર્ણય, વેનેજુએલા પાસેથી ખનીજતેલ નહી ખરીદવા માટે ભારત પર દબાણ જેવા મુદૃઓ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર ઘર્ષણ ચાલુ રાખી રહયાં છે. આ ઉપરાંત એચ વન બી વિઝાનો વણ ઉકેલ પ્રશ્ન પણ મહત્વના મુદૃઓ છે.

ભારતના વિદેશ સચિવ વિજય ગોખલેની તાજેતરની અમેરિકાની મુલાકાત આ સંદર્ભમાં મહત્વની છે. તેમણે અમેરિકાના વિદેશ સચિવ સાથે સુરક્ષા અને વ્યુહાત્મક બાબતો અંગે દ્વિપક્ષીય મંત્રણાઓ કરી હતી. ખાસ કરીને શનિયંત્રણ અને આંતરરાષ્ટ્રીય સલામતી માટેના નાયબ સચિવ એન્ડ્રીયા થોમ્સન સાથેની તેમની મંત્રણાઓ મહત્વની હતી.

તેજ રીતે નિઃશીકરણ અને વિદેશ મંત્રાલયના આંતરરાષ્ટ્રીય સુરક્ષા વિભાગના અધિક સચિવ ઈન્દ્રમણી પાંડે એ પણ અમેરિકાના પાટનગર વોશિગ્ટન ડીસીની મુલાકાત લીધી હતી અને અમેરિકાના શનિયંત્રણ, ખરાઈ તેમજ પાલન વિભાગના મદદનીશ સચિવ ડોકટર વાઈલીન ડી એસ પોબલેટે સાથે અમેરિકા – ભારત અવકાશ મંત્રણાઓની ત્રીજી બેઠકનું સહ અધ્યક્ષ સ્થાન સંભાળ્યું હતું.

ભારત અમેરિકાની વ્યુહાત્મક બાબતો અંગેની નવમી બેઠક ખુબ સૌહાર્દપુર્ણ અને મિત્રતા ભર્યા વાતાવરણમાં યોજાઈ હતી તથા અનેક મુદૃઓ વિશે વ્યાપક ચર્ચા થઈ હતી તે નિશંક બાબત છે. આ મુદૃઓમાં પરમાણુ, પ્રસાર રોકવા, આતંકવાદી સંગઠનોને આવા શો નહી પહોંચવા દેવા તેમજ નાગરીક ઉપયોગ માટેની પરમાણુ શકિતનો સહકાર વધારવા જેવા મુદૃઓનો સમાવેશ થયો હતો. આ માટે ભારતમાં અમેરિકા ધ્વારા પરમાણુ રી-એકટર સ્થાપવા અને પરમાણુ શસાધન સામગ્રી પુરી પાડનારા જુથો એનએસજીમાં ભારતના સભ્ય પદને ટેકો આપવાનું અમેરિકા ચાલુ રાખે તે માટે પણ ચર્ચા થઈ હતી.  તેના ઉપરાંત અવકાશ આધારીત ખતરાઓ અને અવકાશને લગતાં મુદૃઓમાં દ્વિપક્ષી તેમજ બહુપક્ષી સહકાર માટેની તકો ખોજવા માહિતી અને મંતવ્યોની પરસ્પર આપ-લે કરવામાં આવી હતી.

જમ્મુ કાશ્મીરના પુલવામા માં સીઆરપીએફના કાફલા પરના પાકિસ્તાન Âસ્થત આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદ ધ્વારા કરાયેલા ઘાતક હુમલાની પશ્ચાદભૂમિમાં ભારત અને અમેરિકાની આ મંત્રણાઓ યોજાઈ હતી. ટ્રમ્પ વહીવટી તંત્રએ આ ત્રાસવાદી હુમલાને સ્પષ્ટ શબ્દોમાં વખોડી કાઢયો હતો અને પાકિસ્તાનને તેના પ્રદેશમાં ત્રાસવાદી પ્રવૃત્તિઓ કરી રહેલા તમામ સંગઠનો સામે ગંભીરતા પુર્વક પગલા લેવાની માંગણી પણ કરી હતી. અમેરિકાએ ત્રાસવાદીઓ સામે લડવા માટે આપેલા એફ-૧૬ યુધ્ધ જહાજનો ભારત સામે ઉપયોગ કરવા બદલ પાકિસ્તાનને ચેતવણી પણ આપી હતી.

આ મંત્રણાઓ પછી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જા કે સુરક્ષા અને વ્યુહાત્મક બાબતો અંગે કોઈ ચોકકસ બનાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો પરંતુ પાકિસ્તાન ધ્વારા એફ-૧૬ વિમાનના દુરૂપયોગના પુરાવા ભારતના વિદેશ સચિવે આપ્યા હશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.  ટ્રમ્પ વહીવટી તંત્રએ પણ ત્રાસવાદના પ્રશ્ને પાકિસ્તાનની નિષ્ક્રીયતા સામે પોતાનું વલણ વધુ કડક બનાવ્યું છે અને તેને આર્થિક સહાય પણ અટકાવી દીધી છે.

પાકિસ્તાન તેની ધરતી પર વિવિધ ત્રાસવાદીઓને છાનો-છપનુ ટેકો આપવાની તેની નીતી છોડે તે માટે તેના પર દબાણ લાવવાના અમેરીકાના પગલા જા કે હજી અપુરતા સાબીત થઈ રહયાં છે. પુલવામા હુમલો અને અફઘાનીસ્તાનમાં સતત ચાલી રહેલા ત્રાસવાદી હુમલા તેનો સ્પષ્ટ પુરાવો છે કે પાકિસ્તાન દક્ષિણ એશિયામાં ભારતીય અને અમેરિકી હિતો સામે ત્રાસવાદને પોષણ આપી રહયું છે.

આ મંત્રણાઓ દરમ્યાન ભારતે દક્ષિણ એશિયામાં ત્રાસવાદને નાથવામાં ચીનના અ-સહકારનો મુદૃ ઉઠાવ્યો હોવાનું પણ કહેવાય છે.  ચીનના પોતાના પ્રાંત શિંન-જીયાંગ પ્રાંતમાં વધી રહેલા ત્રાસવાદ વચ્ચે પણ ચીને મસુદ અઝહરને રાષ્ટ્રસંઘની ત્રાસવાદીઓની યાદીમાં મુકવાના સલામતી સમિતિના પ્રસ્તાવ સામે સતત અવરોધો ઉભા કર્યા છે.

જે મુદ્દાને ઉકેલવાની જરૂર છે તે ભારત-અમેરિકા વેપારને સંબંધિત છે. બંને દેશો વચ્ચેના વેપાર મતભેદોને સમાધાનથી ઉકેલવાથી જરૂર છે, જેથી બંને દેશો વચ્ચે વધતા સંરક્ષણ અને સલામતીના સહકારનું રક્ષણ કરી શકાય.

ટ્રમ્પ વહીવટીતંત્રે સ્ટીલ અને એલ્યુમિનિયમ પરના દરો એકપાત્રી રીતે વધાર્યા છે. એચ.વન-બી વિઝા પરના વધારાના પ્રતિબંધો વધાર્યા છે, બૌદ્ધિક સંપત્તિના હકના મુદ્દે ભારત પર દબાણ કર્યું છે અને હવે ભારતને જી.એસ.પી. લાભાર્થીઓની સૂચિમાંથી હટાવવાની ધમકી આપી રહ્યું છે. તેનાથી  અમેરિકામાં થતી પાંચ અબજ અમેરિકી ડોલરની ભારતી નિકાસને અસર થશે.

આ બધા મુદ્દાઓને સમયસર ઉકેલવા પરિપકવ વાતચીતની જરૂર છે. ભારત-અમેરિકી સુરક્ષા અને વ્યૂહાત્મક વાટાઘાટો બાદ આર્થિક અને સુરક્ષાના મુદ્દાઓ ઉપર પણ વાટાઘાટ થવી જાઈએ, કારણે હાલની વૈશ્વિક પરિÂસ્થતિમાં આર્થિક અને સુરક્ષાના મુદ્દાઓ વધુને વધુ પ્રતિકાત્મક બની રહ્યા છે.