ભારત ૧૭ વર્ષથી ઓછી વયની ખેલાડીઓ માટેના મહિલા ફુટબોલ વિશ્વકપ – ર૦ર૦ નું યજમાન બનશે.

\

ભારત ૧૭ વર્ષથી ઓછી વયની ખેલાડીઓ માટેના મહિલા ફુટબોલ વિશ્વકપ – ર૦ર૦ નું યજમાન બનશે. આંતરરાષ્ટ્રીય ફુટબોલ ફેડરેશન – ફિફાના અધ્યક્ષ જીયાની ઈન્ફેન્ટીનોએ ગઈ રાત્રે અમેરિકાના નિયામીમા કાર્યવાહક સમિતિની બેઠક પછી આ જાહેરાત કરી. તેમણે જણાવ્યું હતું કે, મહિલા વિશ્વ કપ યોજવા માટે ભારતનું નામ નકકી કરાયું છે. તે જાહેર કરતાં ફિફા હર્ષ અનુભવે છે. દરમ્યાન આ વિશ્વકપ સ્પર્ધાના યજમાન બનવાનો હકક આપવા બદલ અખિલ ભારત ફુટબોલ મહા સંઘના મહા સચિવ કુશલ દાસે ફિફાનો આભાર માન્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ સ્પર્ધાઓ માટેના સ્થળો અંગેનો નિર્ણય ટુંક સમયમાં લેવામાં આવશે.