વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ બે દિવસની માલદિવની મુલાકાતે જવા આજે રવાના થયા છે.  

વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ બે દિવસની માલદિવની મુલાકાતે જવા આજે રવાના થયા છે.  તેમની સાથે વિદેશસચિવ વિજય ગોખલે અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ માલદીવ ગયા છે. આ મુલાકાત દરમિયાન સુશ્રી સ્વરાજ માલદિવના વિદેશમંત્રી અબ્દુલ્લા શાહીદ સાથે દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા મંત્રણા કરશે. તેઓ સંરક્ષણમંત્રી મારિયા અહેમદ દીદી અને નાણાંમંત્રી ઇબ્રાહીમ અમીર સાથે પ્રતિનિધિ સ્તરની વાતચીત કરશે.

માલદીવના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, ભારતની મુલાકાત દરમિયાન રાષ્ટ્ર પ્રમુખ સોલિહ દ્વારા કરાયેલા સમજુતી કરારના અમલીકરણ બાબતે પણ તથા ભવિષ્યમાં સહકાર મજબુત બનાવવા અંગે ચર્ચા વિચારણા કરાશે.