અને… રમતમાં ભારતે અબુધાબીમાં રમાઈ રહેલી વિશેષ ઓલિ મ્પક વિશ્વ રમતોત્સવમાં ૩૫૦થી વધુ ચંદ્રકો જીત્યા છે.

સંયુક્ત આરબ અમીરાતના અબુધાબી ખાતે રમાઈ રહેલી દિવ્યાંગ રમતોત્સવ સ્પેશ્યલ ઓલિÂમ્પકમાં ભારતે ૩૫૦થી વધુ ચંદ્રકો જીતીને વિક્રમ નોંધાવ્યો છે. ભારતને ૮૫ સુવર્ણ ચંદ્રક, ૧૫૩ રજત ચંદ્રક અને ૧૨૪ કાંસ્ય ચંદ્રક સાથે ૩૬૨ ચંદ્રકો મળ્યા છે.

ભારતીય ટીમના નક્કી કરાયેલા ૨૯૨ રમતવીરોએ એક્વેટિક્સ, સાયકલિંગ, ઝૂડો, પાવર લિફ્ટિંગ, ટેબલ – ટેનિસ, રોલર સ્કેટિંગ, બેડમિન્ટન, બાસ્કેટ બોલ, ફૂટસલ, ફૂટબોલ સાત સાઈડ મહિલા અને હેન્ડબોલ  પારંપારિક, વોલિબોલ અને ગોલ્ફમાં મેડલ જીત્યા છે. વિશેષરૂપે  દિવ્યાંગ છોકરાઓ અને છોકરીઓએ એક નવો વિક્રમ સ્થાપિત કરવા પોતાની શારિરીક  મર્યાદાથી આગળ વધી ગયા છે. તેમને ગઈકાલે દુબઈમાં ભારતીય રાજદ્વારી કચેરી દ્વારા સન્માનિત કરાયા હતા.  યજમાન યુએઈ બાદ ભારત બીજા સૌથી વધુ ખેલાડી ધરાવતો દેશ છે.