અબુધાબી ખાતે રમાયેલી વિકલાંગ ખેલાડીઓ માટેના સ્પેશ્યલ ઓલિ મ્પકમાં ભારતીય ખેલાડીઓએ ૩૬૨ ચંદ્રકો જીતીને ઈતિહાસ સર્જ્યો.

સંયુક્ત આરબ અમીરાતના અબુધાબી ખાતે રમાઈ રહેલી વિકલાંગ રમતોત્સવ સ્પેશ્યલ ઓલિÂમ્પકમાં ભારતે ૩૫૦થી વધુ ચંદ્રકો જીતીને વિક્રમ નોંધાવ્યો છે. ભારતને ૮૫ સુવર્ણ ચંદ્રક, ૧૫૩ રજત ચંદ્રક અને ૧૨૪ કાંસ્ય ચંદ્રક સાથે ૩૬૨ ચંદ્રકો મળ્યા છે. આજે સાંજે તેના સમાપન સમારોહમાં ઝાયેદ રમતગમત સંકુલ ખાતે સંગીતમય સમારોહ યોજાયો છે અને તેમાં તમામ ખેલાડીઓ તથા કોચની પરેડ સાથે સમાપન થશે.