ત્રાસવાદ સામે ફ્રાંન્સના નકકર પગલાં-એ અંગે સમીક્ષા

ફ્રાન્સ એ સામે ચાલીને પાકિસ્તાન Âસ્થત આતંકવાદી સંગઠન જેશ-એ-મહોમ્મદ જેઈએમ ના વડા મસુદ અઝહરને  વૈશ્વિક ત્રાસવાદી જાહેર કર્યો છે. તેના પરીણામે ત્રાસવાદ સામેની ભારતની ચાલી રહેલી લડાઈને નવુ બળ મળ્યું છે. રાષ્ટ્રસંઘની સલામતી સમિતિ મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં નિષ્ફળ ગયા પછી ફ્રાન્સે આ નિર્ણયની જાહેરાત કરી છે. ભારતના આ બહુચર્ચિત પ્રસ્તાવ સામે ચીને ફરી પોતાનો વિટો પાવર વાપરીને તેને સલામતી સમીતિમાં પસાર થવા દીધો ન હતો. તેને લીધે સમિતિમાં આ ત્રાસવાદી સંગઠન અને તેના વડા સામે પગલા લેવાની સામુહિક માંગનો પરાજય થયો હતો.  ભારતના ચાલીસ થી વધુ સલામતી જવાનોનો ભોગ લેનારા પુલવામા ત્રાસવાદી હુમલામાં જેઈએમ એ જાતે જ જવાબદારી Âસ્વકાર્યા પછી આંતરરાષ્ટ્રીય સમુદાયમાં આ ઘટનાઓ બની છે.

ત્રાસવાદના વરવા ચહેરાઓ સામે આવ્યા પછી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમાન્યુએલ મેક્રોને મસૂર અઝહરની ફ્રાન્સમાંની તમામ મિલકતો સ્થગિત કરવા અને ત્રાસવાદને નાણાં પુરા પાડવાના તેના તમામ નાણાંકીય વ્યવહારો અટકાવી દેવાની જાહેરાત કરી હતી. ત્રાસવાદને પરાસ્ત કરવાના બહોળા યુધ્ધમાં ફ્રાન્સ ધ્વારા લેવાયેલુ આ પહેલુ પગલુ છે. જા કે ફ્રાન્સની આ જાહેરાતના પરીણામે મસૂદ અઝહરને નાણાંની ખેંચ પડવાની શકયતા ઓછી છે કારણ કે આઈએસઆઈ અને પાકિસ્તાનની અન્ય સંસ્થાઓ તરફ સહિત અનેક ધ્વારા તેની ત્રાસવાદી પ્રવૃતિઓ માટે સારો એવો ટેકો મળી રહયો છે. પરંતુ ફ્રાન્સનો આ નિર્ણય વ્યુહાત્મક દ્રષ્ટીએ મહત્વનો છે તે ભુલવુ ન જાઈએ. આંતરરાષ્ટ્રીય સમુદાયના અગ્રણી દેશ અને યુરોપીય સંઘના સભ્ય એવા ફ્રાન્સનો આ નિર્ણય પાકિસ્તાન માટે ચોકકસ ચેતવણીરૂપ છે. પાકિસ્તાનના કાયમી મિત્ર ચીન ધ્વારા સતત ઉભા કરાઈ રહેલા અવરોધો વચ્ચે આંતરરાષ્ટ્રીય મત વધુ નકકર બનાવવામાં ફ્રાન્સની આ જાહેરાત મદદરૂપ બનશે. પાકિસ્તાન Âસ્થત ત્રાસવાદી સામે આંતરરાષ્ટ્રીય સમુદાયને કડક પગલાં લેતા રોકવા ચીને પોતાની વિટો સત્તા આ કાંઈ પહેલીવાર વાપરી નથી. ચીન વારંવાર આવુ કરતું આવ્યું છે.

રાષ્ટ્રસંઘની સલામતી સમીતિની છેલ્લી બેઠકમાં પણ ચીને આ દરખાસ્ત સામે પોતાની વીટો સત્તા વાપરી તે નવાઈની બાબત નથી. પાકિસ્તાન Âસ્થત ત્રાસવાદી જુથને યોગ્ય ફટકો મારવાના આંતરરાષ્ટ્રીય સમુદાયના પ્રયત્નો સામે ચીને છેલ્લા એક દાયકામાં આ ચોથીવાર તેની વીટો સત્તા અગાઉ ચીને ર૦૦૯, ર૦૧૬ અને ર૦૧૭માં પણ પોતાની વીટો સત્તા વાપરીને આ પ્રસ્તાવ સામે અવરોધ ઉભો કર્યો હતો.

મસુદ અઝહરને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી જાહેર કરવાના પ્રસ્તાવ સામે રક્ષણ પુરૂ પાડવાના ચીનના પ્રયત્નો છતાં ફ્રાન્સે પોતાના તર્ફે આ પગલુ લઈને જાહેર કર્યુ છે કે તે ત્રાસવાદ સામેની લડાઈમાં હંમેશા ભારતની પડખે રહયું છે અને રહેશે. એટલુ જ નહી તેણે ફરીવાર ખાતરી આપી છે કે તે પાકિસ્તાન Âસ્થત ત્રાસવાદી સંગઠન અને તેના વડાને નાથવા માટે યુરોપીય સંઘના અન્ય સભ્યોનો ટેકો મેળવવા પણ પ્રયત્ન કરશે. ફ્રાન્સના પગલાની સારી અસર થવા લાગી છે. તેના પાડોશી દેશ જર્મનીએ પણ આવો જ ઠરાવ કરવાની અને આ મુદૃ સખત વલણ અપનાવવાની પોતાની ઈચ્છા વ્યકત કરી છે.

ફ્રાન્સનો આ નિર્ણય / વૈશ્વિક સંસ્થા સંયુકત રીતે આવું ના કરી શકે તે પછી વ્યકિતગત રીતે પગલા લેવા આંતરરાષ્ટ્રીય સમુદાયના મહત્વના સભ્ય અને સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી સભ્ય ધ્વારા કાર્યવાહીનું પ્રતિનીધિત્વ કરે છે. સંયુકત રાષ્ટ્રની કાર્યપધ્ધતિના સુધારા આવે ત્યાં સુધી વ્યકિતગત દેશો ધ્વારા બહોળી સહમતિ રવા માટે સંયુકત રાષ્ટ્રની પધ્ધતિ બહાર લેવાતા પગલાના મહત્વને બહુ ભાર આપી ના શકાય.

એવુ શકય છે કે કેટલાક ફેરફાર થવામાં જ હોય ચીન પણ તેની અસ્પષ્ટ જગ્યાના તર્કને જાવામાં નિષ્ફળ રહયું છે. ચાઈનીઝ વિદેશી બાબતોની કચેરીનું એક નિવેદન સુરક્ષા પરિષદમાં તેના સ્થાનને વાજબી ઠેરવવામાં ઘણુ રક્ષણાત્મક લાગતું હતું. ચીને તેમાં જણાવ્યું છે કે તેણે આવો વોટ એટલા માટે કર્યો છે કે સમિતિને આ વિષયને જાણવા માટે પુરતો સમય મળે. આથી વૈશ્વિક આતંકવાદના કાળા ડિબાંગ વાદળો વચ્ચે ફ્રાંસની આ પહેલ આશાના કિરણ જેવી છે, એવુ લાગે છે કે આવનારા દિવસોમાં તેનું તેજ વધશે.