પ્રવર્તન નિદેશાલયે હુરીયત નેતા સૈયદ અલી શાહ ગિલાનીને ગેરકાયદેસર અમેરિકાનું ચલણ રાખવા બદલ ૧૪ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

પ્રવર્તન નિદેશાલયે વિદેશી ચલણ કાનૂનનો ભંગ કરીને ગેરકાયદેસર રીતે ૧૦ હજાર ડોલરની રોકડ રાખવા બદલ હુરિયત કોન્ફરન્સના નેતા સૈયદ અલીશાહ ગીલાનીને ૧૪ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ડીડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે વિદેશી ચલણ વ્યવસ્થાપન કાયદા હેઠળ બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર આ વિદેશી ચલણ પણ જપ્ત કરવામાં આવ્યું છે. આવકવેરા વિભાગે ર૦૦રમાં જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં હૈદરપુરા વિસ્તારમાં આવેલા ગીલાનીના રહેણાંકના સ્થળે દરોડો પાડીને આ વિદેશી ચલણ પકડી પાડયું હતું.