ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચુંટણીઓ માટે છત્રીસ ઉમેદવારોની એક અન્ય યાદી બહાર પાડી છે.

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચુંટણીઓ માટે છત્રીસ ઉમેદવારોની એક અન્ય યાદી બહાર પાડી છે. પાર્ટીએ આંધ્રપ્રદેશ માટે ર૩, મહારાષ્ટ્ર માટે છ, ઓરીસ્સા માટે પાંચ અને આસામ અને મેઘાલય માટે એક એક ઉમેદવારોના નામ નકકી કર્યા છે. આંધ્રપ્રદેશમાં દિલીપકુમાર કિલારૂ વિજયવાડથી, વલ્લૂરૂ જયપ્કાશ નારાયણ ગુંટુરથી, હમસા દેવીનેની અનંતપુરથી અને ડોકટર પી.વી.પાર્થસારથી કુરનુલ સંસદીય બેઠકથી પાર્ટીના ઉમેદવાર રહેશે. મહારાષ્ટ્રમાં ગીરીશ બાપટ પુણેથી, સ્મીતા ઉદય વાઘને જલગાવથી અને કંચન રાહુલ કુલને બારામતી બેઠકથી ટીકીટ આપવામાં આવી છે. ઓરીસ્સામાં ડોકટર સંબિત પાત્રા પુરીથી અને બસંતકુમાર પાંડા કાલાહાંડીથી પાર્ટીના ઉમેદવાર બનાવાયા છે. મેઘાલયમાં પાર્ટીએ શિલોંગ બેઠકથી સનબોર સુલ્લઈ અને આસામમાં તેજપુરથી પલ્લવ લોચન દાસને મેદામાં ઉતારાયા છે. ભાજપાએ લોકસભા ચુંટણી માટે અત્યાર સુધીમાં રર૧ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પાર્ટીએ આંધ્રપ્રદેશ અને ઓરીસ્સામાં વિધાનસભા ચુંટણી માટે પણ પોતાના ઉમેદવારોની બીજી સુચી જાહેર કરી છે. તેમાં આંધ્રપ્રદેશ માટે એકાવન અને ઓરીસ્સા માટે બાવીસ ઉમેદવારોના નામ સામેલ છે.