અમેરીકાએ પાકિસ્તાનને આતંકવાદ સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો – આ અંગે સમીક્ષા

અમેરિકાએ ફરીથી ભારપુર્વક પાકીસ્તાનને તેની ધરતી પરથી કાર્યરત આતંકવાદી જુથો સામે નકકર તથા ચકાસી શકાય તેવી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. અમેરીકી વહીવટી તંત્રે પાકિસ્તાનને આ કાર્યવાહી સતત તથા આતંકવાદને પ્રોત્સાહન આપનારાઓ સામે પણ કરવા કહયું છે. અમેરીકાએ પાકિસ્તાનને એવી ચેતવણી પણ આપી છે કે ભારતમાં હવે પછી જા આતંકવાદી હુમલો થશે તો પાકિસ્તાન સામે તેના લીધે મુશ્કેલી સર્જાશે.

ટ્રમ્પ વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે પાકિસ્તાને બધા જ આતંકવાદી જુથો ખાસ કરીને જૈશ-એ-મહંમદ અને લશ્કર-એ-તોઈબા સામે નકકર કાર્યવાહી કરવી જ પડશે જેથી સંબંધીત વિસ્તારમાં શાંતી જળવાઈ રહે. ભારતીય હવાઈ દળે બાલાકોટમાં કરેલી કાર્યવાહીના પગલે પાકિસ્તાને લીધેલા પગલા અંગે બોલતા અધિકારીએ કહયું કે આ વિસ્તારમાં તનાવ વધે તે બાબત બંને દેશો માટે ઉપયોગી નીવડશે નહી. પાકિસ્તાને કરેલી કાર્યવાહી બાબતે આ તબકકે સંપુર્ણ ચકાસણી શકય નથી પણ સમગ્ર વિશ્વ અને અમેરીકા દૃઢપણે માને છે કે પાકિસ્તાની પરત ન ફેરવી શકાય તે રીતે આતંકવાદીઓ સામે નકકર અને સઘન કાર્યવાહી કરવાની તાતી જરૂર છે.

તેમણે ઉમેર્યુ કે પાકિસ્તાને તાજેતરમાં આતંકવાદીઓ સામે કેટલાક પ્રારંભિક પગલા લીધા છે. પાકિસ્તાને કેટલાક આતંકવાદીઓની અસ્કયામતો ફીઝ કરી છે તથા કેટલાક આતંકવાદીઓની ધરપકડ પણ કરી છે. પાકિસ્તાને જૈશ-એ-મહંમદ સંગઠનની કેટલીક સુવીધાઓ ઉપર વહીવટી નિયંત્રણ પણ મેળવ્યું છે. આમ છતાં અમેરીકાનું સ્પષ્ટ માનવું છે કે પાકિસ્તાને હજી વધુ પગલા લેવાની જરૂર છે. ભુતકાળના દાખલાઓ ટાંકતા અધિકારીએ જણાવ્યું હતું કે અગાઉ પાકિસ્તાને ધરપકડ કરેલા કેટલાક આતંકવાદીઓને પાછળથી મુકત કર્યા હતા. આથી અમેરિકા આતંકવાદ અને આતંકવાદીઓના મુદૃ પરત ફેરવી શકાય નહી તેવી કાર્યવાહી થાય તેવુ ઈચ્છે છે.

અમેરીકા આ હેતુથી પાકિસ્તાન ઉપર આંતરરાષ્ટ્રીય સમુદાયની મદદથી દબાણ વધારવામાં પ્રયાસ કરી રહયો છે. પાકિસ્તાનના આર્થિક હિતોને ધ્યાનમાં લઈ અમેરીકન અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તરે જવાબદાર રાષ્ટ્ર તરીકે દેશની દરેક નાણાંકીય વ્યવસ્થા ઉપર પકડ ધરાવે છે તે બાબત પુરવાર કરવા આતંકવાદીઓના આર્થિક હિતો સામે કાર્યવાહી કરવી જ પડશે. જા આમ નહી થાય તો પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એકલુ પડતું જશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી ગયેલો તનાવ હવે હળવો બન્યો છે, આમ છતાં બંને દેશોની સેનાઓ હજી એલર્ટ પર રખાઈ છે અને આ બાબત અમેરીકા માટે ચિંતાજનક છે. આથી જ આ તબકકે ભારતમાં ફરીવાર આતંકી હુમલો થાય તો બંને દેશો વચ્ચેનો તનાવ વધુ ઉગ્ર બનશે. ટ્રમ્પ વહીવટી તંત્રના અધિકારીએ જણાવ્યું છે કે અમેરીકાએ આતંકવાદીઓને સલામત આશ્રય સ્થાનો આપવા અંગે મીરો ટોલરન્સ અર્થાત સહેજપણ હળવી નીતી નહી અપનાવવાનો અભિગમ અપનાવ્યો છે. ગત ૧૪મી ફેબ્રુઆરીએ ભારતમાં થયેલો આતંકવાદી હુમલો દર્શાવે છે કે પાકિસ્તાન આતંકવાદીઓને હજી પણ સલામત આશ્રય સ્થાન પુરૂ પાડે છે.

ભારત અને પાકીસ્તાન વચ્ચેનો તનાવ જયારે ચરમસીમાએ પહોચ્યો હતો, ત્યારે અમેરીકાના અધિકારીઓ પાકિસ્તાન તથા ભારતના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતા. તેઓ સતત ફોન પરથી બંને દેશોના અધિકારીઓનો સંપર્ક કરી યુધ્ધની Âસ્થતિ ટાળવા વાતચીત કરી રહયા હતા. આ બધી જ બાબતોનો સાર એટલો જ છે કે પાકિસ્તાને તેની ધરતી પરના આતંકીઓ સામે નકકર કાર્યવાહી કરવાનો સમય પાકી ગયો છે. જા આમ નહી થાય તો પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદાય સામે અળગું પડીને એકલુ પડી જશે.