એપ્રિલ માસમાં અત્યાર સુધીમાં ભારતીય મૂડી બજારોમાં વિદેશી રોકાણકારોએ લગભગ ૧૧ હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યુ છે.

એપ્રિલ માસમાં અત્યાર સુધીમાં ભારતીય મૂડી બજારોમાં વિદેશી રોકાણકારોએ લગભગ ૧૧ હજાર ૯૬ કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે. જે વૈશ્વિક અને સ્થાનિક પરિબળો દ્વારા સંચાલિત છે.

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ફેબ્રુઆરીમાં, ૧૧ હજાર ૧૮૨ કરોડ રૂપિયા અને માર્ચમાં ૪૫ હજાર ૯૮૧ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. ડિપોઝીટરી ડેટા મુજબ એફ.પી.આઈ.એ. ઇÂક્વટીમાં ૧૩ હજાર ૩૦૮.૭૮ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જયારે લગભગ ૨ હજાર ૨૧૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. પહેલીથી બારમી એપ્રિલ સુધી કુલ રોકાણ લગભગ ૧૧ હજાર ૯૬ કરોડ રૂપિયા થયું છે.

નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે ચૂંટણી પછી Âસ્થર સરકારની રચના થવાનું વિશ્વાસ ઉપરાંત વિકસિત વિશ્વમાં આર્થિક મંદી સામેના ભયથી ભારતીય બજારમાં વિદેશી નાણાંની શકયતા વધી છે.