જર્મનીમાં ચાલી રહેલ બોક્સિંગ વિશ્વ કપ સ્પર્ધામાં ભારતે એક સુવર્ણચંદ્રક અને બે રજતચંદ્રકો જીતી લીધા છે. મીના કુમારીએ ૫૪ કિલો વજનજૂથમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે.

જર્મનીમાં ચાલી રહેલ બોક્સિંગ વિશ્વ કપ સ્પર્ધામાં ભારતે એક સુવર્ણચંદ્રક અને બે રજતચંદ્રકો જીતી લીધા છે. ભારતની મીના કુમારી મૈસનામે સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. સ્પર્ધાની ફાઈનલમાં મીના કુમારીએ થાઈલેન્ડની માચાઈ  બુનિયાનુતને પરાજય આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે,મીનાકુમારીએ ૨૦૧૪માં એશિયાઈ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો તથા ત્રણવાર તેમણે રાષ્ટ્રીય ચેÂમ્પયનશીપ મેળવી હતી. એવી જ રીતે ૫૭ કિલો વજન જૂથમાં સાક્ષી તથા  ૬૪ કિલો વજનજૂથમાં પી. બાસુમતારીએ રજતચંદ્રકો જીતી લીધા છે. અગાઉ પીન્કીરાની તથા પ્રવીણે કાંસ્ય ચંદ્રકો મેળવ્યા હોવાથી ભારતે આ સ્પર્ધામાં પાંચ ચંદ્રકો જીતી લીધા છે.