જલિયાંવાલાબાગ સામૂહિક હત્યાકાંડને ૧૦૦ વર્ષ પૂર્ણ થયા-એ અગે સમીક્ષા

જલિયાંવાલા બાગ સામૂહિક  હત્યાકાંડ એ ભારતીય ઈતિહાસમાં સૌથી દુઃખદ ઘટના છે.  અમૃતસરમાં આવેલા જાહેર બગીચામાં ૧૦૦ વર્ષ પહેલાં ૧૩મી એપ્રિલે બનેલી આ દુઃખદ અને કરૂણ ઘટનામાં એક હજારથી વધુ નિર્દોષ , પુરુષો તથા બાળકોની ઠંડા કલેજે હત્યા કરાઈ હતી. બ્રિટીશ અધિકારી કર્નલ આર. ડાયરે આ કમનસીબ નિર્ણય લીધો હતો જેણે એવું માની લીધું હતું કે, આ તેની ફરજનો ભાગ છે. આ દુઃખદ બનાવ એ રીતે પણ મહત્વનો  છે કે, કારણ કે તે બ્રિટીશ સામ્રાજ્યમાં માનવ અધિકારીની Âસ્થતિ શું હતી , તે વાસ્તવિકતા દર્શાવે છે. બ્રિટનના રાજકીય ક્ષેત્રના લોકો પણ આ ઘટનાની ગંભીરતાથી સ્તબ્ધ થઈ ગયા હતા. વર્ષ ૧૯૨૦માં બ્રિટનના હાઉસ ઓફ કોમન્સમાં આ ઘટના અંગેની ચર્ચામાં ભારતની આઝાદીની સર વિન્સ્ટન ચર્ચીલે પણ કહ્યું હતું કે, જલિયાંવાલા હત્યાકાંડ એ રાક્ષસી કૃત્ય છે.

વર્ષ ૧૯૧૩માં સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર ભારતના ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરને બ્રિટીશ સરકારે તેમના સર્વોચ્ચ સન્માન નાઈટહુડથી નવાજ્યા હતા. જાલિયાંવાલા હત્યાકાંડની ઘટના બાદ સંવેદનશીલ ગુરુદેવ ટાગોરે, આ ઘટનાના વિરોધમાં બ્રિટીશ સરકારે તેમને આપેલો નાઈટ હુડનો ખીતાબ પાછો આપ્યો હતો. ૩૧મી મે ૧૯૧૯માં બ્રિટીશ સરકારને નાઈટહુડ પરત કરતી વખતે લખેલા પત્રમાં ગુરુદેવ ટાગોરે લખ્યું હતું કે, જલિયાંવાલા બનાવથી સ્તબ્ધ બનેલા અને પોતે માનવી તરીકે પણ ગણાતા નથી તેવી પીડાથી અને અપમાનથી પીડાતા ભારતીય લોકોની વેદનાના મુક વિરોધના પ્રતીક તરીકે આ પુરસ્કાર પરત કરી રહ્યો છું.

ભારતમાં આવા સામૂહિક ગુનાના વિરોધમાં ઉભા થયેલા જનમતને, વર્ષ ૧૯૪૫માં સ્થપાયેલી સંયુક્ત રાષ્ટ્રસંઘ – યુ.એન.ના ઠરાવમાં વાચા મળી હતી. વર્ષ ૧૯૪૮માં એક સમુદાયના વિરોધમાં કરાયેલા ગુનાને ગેરકાયદેસર ઠરાવતાં જેનોસાઈડ કન્વેન્શન ૧૯૪૮ એટલે કે સામૂહિક હત્યાકાંડ વિરોધી સંઘી અંગેની ચર્ચામાં ભારત સહ સ્પોન્સર રહ્યું. આ દુઃખદ બનાવથી ભારતમાં બ્રિટીશ વિરોધી વલણ વધુ ઉગ્ર અને તીવ્ર બન્યું.

પ્રથમ વિશ્વ યુદ્ધમાં બ્રિટનનો વિજય ત્યારે જ શક્ય બન્યો હતો, જ્યારે તે વખતના ભારતના  રાજકીય અગ્રણીઓએ બ્રિટનને સમર્થન આપ્યું હતું. ઓગસ્ટ ૧૯૧૪માં લંડન ગયેલા મહાત્મા ગાંધીજીએ સેક્રેટરી સ્ટેટ ઓફ ઈÂન્ડયાને લખ્યું હતું કે, જા અમને વિશેષાધિકાર મળે તો  મહાન સામ્રાજ્યના સભ્ય તરીકે અમે જવાબદારી નિભાવવા ઈચ્છીએ છીએ. આજ જવાબદારીના ભાગરૂપે ભારતે ૧૩ લાખથી વધુ સૈનિકો અને આજના વિનિમય દર મુજબ ૧૦ અબજ પાઉન્ડ આ બ્રિટનને આપ્યા હતા.

પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભારતના ૭૦ હજાર સૈનિકો શહિદ થયા હતા. આ તમામ સૈનિકોના નામો નવી દિલ્હીમાં ઈÂન્ડયા ગેટ ખાતે દર્શાવવામાં આવ્યા છે. જા કે, બ્રિટીશ સરકારે, મહાત્મા ગાંધીએ પત્રમાં ઉલ્લેખ કર્યા મુજબ ભારતના સેલ્ફ ગવનગ સ્ટેટસનો દરજ્જા આપવાનો ઈન્કાર કરતા ભારતને વિશેષાધિકાર મળ્યા ન હતા. આનાથી તદ્દન વિરુદ્ધ પગલામાં, અમૃતસરના જલિયાંવાલાની ઘટના ભારતીયોની છેતરપિંડી તથા અપેક્ષાભંગનું પ્રતીક બની.  આના પરિણામે વધુને વધુ ભારતીયે બ્રિટીશ શાસન વિરોધી ચળવળમાં જાડાવા લાગ્યા. આમાં વર્ષ ૧૯૨૦ના અસહકાર ચળવળથી લઈને ૧૫મી ઓગસ્ટે ૧૯૪૭માં ભારતને આઝાદી મળી ત્યાં સુધી વધુ લોકો ચળવળમાં જાડાતા હતા. આ હત્યાકાંડ આઝાદી પછીના સમયગાળામાં ભારત અને બ્રિટનના દ્વિ-પક્ષીય સંબંધોના વિકાસમાં અવરોધરૂપ બની રહ્યો છે.

જો કે,  ૧૯૧૯થી સત્તા પર આવેલી બધી જ બ્રિટીશ સરકારોએ નોંધપાત્ર સંખ્યામાં બ્રિટીશ સાંસદોએ વિનંતી કરી હોવા છતાં જલિયાંવાલા હત્યાકાંડ બદલ ઔપચારિક માફી માગવાનો ઈનકાર કર્યો છે. ૧૦મી એપ્રિલ ૨૦૧૯ના રોજ બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મેએ, બ્રિટનની સંસદમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ અંગે નિવેદન જારી કર્યું હતું. તેમણે આ ઘટનાને દુઃખદ ગણાવી હતી, જો કે, તેમણે પણ ઔપચારિક  રીતે માફી માગી ન હતી.

બ્રિટન યુરોપીયન સંઘમાંથી બહાર પાડવાનું છે, ત્યારે તેના સંભવિત રાજકીય તથા આર્થિક પરિણામે ખાળવા તે ભારત જેવી ઉભરતી આર્થિક સત્તાઓ સાથે સંબંધો કેળવવાને પ્રાથમિકતા આપી રહ્યું છે.  ત્યારે જલિયાંવાલા હત્યાકાંડ મુદ્દે માફી ન માગવાની બાબત આવા પ્રયાસોમાં અવરોધરૂપ બની શકે છે.

લેખકઃ અશોક મુખરજી, સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતના ભૂતપૂર્વ પ્રતિનિધિ