બંધારણના ઘડવૈયા ડોકટર બાબાસાહેબ આંબેડકરની ૧૨૮મી જન્મજયંતી નિમિત્તે તેમને ભાવભીની અંજલી આપવામાં આવી છે.

બંધારણના ઘડવૈયા ડોકટર બાબાસાહેબ આંબેડકરની ૧૨૮મી જન્મજયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમોના આયોજન વડે તેમને ભાવભીની અંજલી આપવામાં આવી છે.

વર્ષ ૧૮૯૧ના આજના દિવસે ડોકટર આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના મહુ અને હવે ડોકટર આંબેડકરનાગર ખાતે ઓળખાતા ગામે થયો હતો.

સંસદના એનેક્ષીમાં આવેલી ડોકટર બાબાસાહેબની પ્રતિમાને પુષ્પો ચઢાવી આજે સવારે તેમને અંજલી આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે, ડોકટર આંબેડકરને આઝાદીની ચળવળના મહાન નેતા તરીકે ઓળખાવીને તેમના વિચારોને અનુસરવા લોકોને અનુરોધ કર્યો. શ્રી કોવિંદે કહ્યું કે, તેમણે સમાજના વંચિતોના અધિકારો માટે સતત પ્રયાસો કર્યા હતા. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ જણાવ્યું છે કે, સમાજ સુધારક, કાયદાના નિષ્ણાત તથા મોટા વિદ્વાન એવા ડોકટર આંબેડકર નાગરિક અધિકારોના પ્રખર સમર્થક હતા. તેમણે સામાજીક ભેદભાવ તથા અસમાનતા સામે અથાક સંઘર્ષ કર્યો હતો.

શ્રી નાયડુએ કહ્યું કે, શિક્ષણ દ્વારા મહિલાઓનું સશÂક્તકરણ થવું જાઇએ તેનું આંબેડકર દૃઢપણે માનતા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, તેઓ સામાજીક ન્યાયના હિમાયતી હતા અને ભારતીય બંધારણના મુખ્ય ઘડવૈયા હતા.