લોકસભાની બીજા તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર હવે વેગવંતો બન્યો છે. વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ દેશભરમાં જાહેર સભાઓમાં પ્રચાર કરી રહ્યા છે.

લોકસભાની બીજા તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર હવે વેગવંતો બન્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને બસપાના વડા માયાવતી સહિત વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ દેશભરમાં જાહેર સભાઓમાં પ્રચાર કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે તમિલનાડુ અને કર્ણાટકમાં જયારે શ્રી રાહુલ ગાંધીએ કર્ણાટકમાં રેલીઓને સંબોધી હતી.

બીજા તબક્કાની આગામી ગુરુવારે ૧૮મી એપ્રિલે યોજાનારી ચૂંટણીમાં ૧૩ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભાની ૯૭ બેઠકો માટે મતદાન થશે.

જેમાં તમિળનાડુની લોકસભઆની ૩૯ બેઠકો, કર્ણાટકની – ૧૪, મહારાષ્ટ્રની – ૧૦, ઉત્તર પ્રદેશની – ૮, આસામ, બિહાર તથા ઓડિસાની દરેકની પાંચ, છત્તીસગઢ તથા પશ્ચિમ બંગાળની ૩-૩, કાશ્મીરની બે તથા મણીપુર, ત્રિપુરા, અને પુદુચેરીમાં  ૧-૧ બેઠકો માટે મતદાન થશે.

તમિલનાડુમાં મુખ્ય ચૂંટણી અધિકારી સત્યવ્રત સાહુ, રાજ્યના પોલીસ વડા આશુતોષ શુકલ અને વરિષ્ઠ અધિકારીઓએ રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ અધિકારીઓએ દરેક મતવિસ્તાર દીઠ સલામતીદળોની ગોઠવણી તેમજ સંવેદનશીલ મતદાનમથકો માટે સલામતી દળો ગોઠવવા અંગે ચર્ચા કરી હતી.

એવી જ રીતે ઇ.વી.એમ. અને વી.વી.પેટ મશીનોને મતદાન મથકો સુધી લઇ જવા ઝોનલ ટીમોની રચના કરાઇ હતી.

અમારા કર્ણાટકના સંવાદદાતા જણાવે છે કે, મતદારોમાં જાગૃત્તિ કેળવવા અને મતદાન સરળતાથી થાય તે હેતુથી ચૂંટણીપંચે ઘણી વ્યવસ્થા કરી છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ મતદાન જાગૃત્તિ કેળવવા માટે નિવાસી લોકકલ્યાણ સંગઠનની મદદ લીધી છે. દિવ્યાંગો માટે Âવ્હલચેરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.