આઈપીએલ ક્રિકેટમાં આજે રમાનારી મેચમાં મુંબઈ ઈÂન્ડયાન તથા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો થશે.

આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાની ગઈકાલે રમાયેલી મેચમાં દિલ્હી કેપીટલ ટીમે સનરાઈઝર્સ હૈદરાબાદને ૩૯ રનથી પરાજય આપ્યો છે. શ્રેયસ ઐય્યરના ૪પ તથા કોલીન મુનરીના ૪૦ રનની મદદથી દિલ્હીએ ૭ વિકેટે ૧પપ રન નોંધાવ્યા હતા. જા કે હૈદરાબાદ માત્ર ૧૧૬ રનમાં આઉટ થતાં દિલ્હીનો વિજય થયો છે. બીજી મેચમાં ચેન્નાઈએ કોલકત્તા નાઈટ રાઈડર સામે પાંચ વિકેટે વિજય મેળવ્યો હતો. ચેન્નાઈએ સ્પર્ધાની આઠ પૈકી સાત મેચોમાં વિજય મેળવ્યો છે. આજે રાત્રે આઠ વાગે રમાનારી મેચમાં મુંબઈ તથા બેંગલોર વચ્ચે મુકાબલો થશે.