ઝારખંડના ગિરીધ જિલ્લામાં સીઆરપીએફના જવાનોએ કરેલી કાર્યવાહીમાં ત્રણ માઓવાદીઓ ઠાર થયા છે, તથા સીઆરપીએફનો જવાન શહીદ થયો છે.

ઝારખંડના ગિરીધ જિલ્લામાં સીઆરપીએફના જવાનોએ કરેલી કાર્યવાહીમાં ત્રણ માઓવાદીઓ ઠાર થયા છે, તથા સીઆરપીએફનો જવાન શહીદ થયો છે. સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ સીઆરપીએફના જવાનોએ આજે નક્સલી વિરોધી અભિયાન શરૂ કર્યું હતું. અથડામણના સ્થળેથી શ†ો તથા વિસ્ફોટકો સાથે માઓવાદીઓના મૃતદેહો મળી આવ્યા છે. સીઆરપીએફ જવાનો આ વિસ્તારમાં હજી પણ શોધ અભિયાન ચલાવી રહ્યા છે.