ફીનલેન્ડમાં ડાબેરી વિચારધારાવાળા સોશીયલ ડેમેક્રેટ પક્ષે સંસદમાં પાતળી બહુમતી સાથે વિજય મેળવ્યો છે.

ફીનલેન્ડમાં ડાબેરી વિચારધારાવાળા સોશીયલ ડેમેક્રેટ પક્ષે સંસદમાં પાતળી બહુમતી સાથે વિજય મેળવ્યો છે. એન્ટી રીનેના વડપણ હેઠળના સોશીયલ ડેમોક્રેટ પક્ષે સંસદની ર૦૦ પૈકી ૪૦ બેઠકો મેળવી છે. જયારે ફીનસ પાર્ટીએ-૩૯, નેશનલ કોએલીશન પાર્ટીએ-૩૮, સત્તાધારી સેન્ટર પાર્ટીએ-૩૧ અને અન્ય બેઠકો બીજા પક્ષોના ફાળે ગઈ છે. વિદાય લેતા પ્રધાનમંત્રી જુહા, સીપીલાએ જણાવ્યું છે કે સત્તાધારી સેન્ટર પાર્ટીની મુશ્કેલ આર્થિક નિર્ણયોના કારણે તેણે સત્તા ગુમાવી છે. આ પરીણામો બાદ સોશિયલ ડેમોક્રેટ પક્ષ ૧૬ વર્ષમાં પ્રથમવાર સરકાર રચશે.