મહારાષ્ટ્રના નકસલવાદ પ્રભાવીત વિસ્તારની ગડચીરોલી – ચીમુર લોકસભા મત વિસ્તારના ચાર મતદાન મથકોએ મતદાન આજે.

મહારાષ્ટ્રના નકસલવાદ પ્રભાવીત વિસ્તારની ગડચીરોલી – ચીમુર લોકસભા મત વિસ્તારના ચાર મતદાન મથકોએ આજે મતદાન યોજાશે. ચુંટણી પંચના અધિકારીએ જણાવ્યું હતું કે આ મતદાન મથકોએ આજે બપોરના ત્રણ વાગ્યા સુધી મતદાન યોજાશે. લોકસભાની ગડચીરોલી – ચીમુર બેઠક મહારાષ્ટ્રની એ સાત બેઠકો પૈકી છે, જયાં ગયા ગુરૂવારે મતદાન થયું હતું. ચુંટણી કર્મચારીઓ પાછા ફરી રહયાં હતા ત્યારે નકસલવાદીઓ તથા સલામતીદળો વચ્ચે અથડામણ થઈ હતી. આ જીલ્લામાં મતદાનના દિવસે બીજા બે સ્થળોએ સુરંગ વિસ્ફોટ પણ થયા હતા.