મહારાષ્ટ્રની લોકસભાની અને નક્સલવાદથી પ્રભાવિત વિસ્તારવાળી ગડચીરોલી – ચીમુર બેઠકના ચાર મતદાન મથકોએ આજે ફરીથી મતદાન થઈ રહ્યું છે

મહારાષ્ટ્રની લોકસભાની અને નક્સલવાદથી પ્રભાવિત વિસ્તારવાળી ગડચીરોલી – ચીમુર બેઠકના ચાર મતદાન મથકોએ આજે ફરીથી  મતદાન થઈ રહ્યું છે. સવારના સાત વાગ્યાથી શરૂ થયેલું મતદાન બપોરના ત્રણ વાગ્યા સુધી  ચાલશે. ચૂંટણીપંચના અધિકારીએ જણાવ્યું કે, વાતાલી, ગરદેવાડા, ગરદેવાડા – પુસોસોતી, અને ગરદેવાડા – વાંગેતુરી મતદાન મથકો પર ફરીથી મતદાન યોજાઈ રહ્યું છે.

નક્સલવાદીઓના હુમલાના ખતરાના કારણે ચૂંટણી કર્મચારીઓ જે તે કેન્દ્રો પર પહોંચી શક્યા ન હતા. આથી આ મતદાન કેન્દ્રોમાં આજે મતદાનના આદેશ અપાયા હતા.