આઇપીએલ ક્રિકેટમાં આજે રાત્રે હૈદરાબાદ અને ચેન્નાઇની ટીમ વચ્ચે મેચ રમાશે.

આઈપીએલ ક્રિકેટમાં ગઈરાત્રે મોહાલીમાં પંજાબની ટીમે રાજસ્થાનની ટીમને ૧ર રને હરાવી છે. કે.એલ.રાહુલે ૪૭ બોલમાં બાવન રન કર્યા હતા. રવિચંદ્રન અશ્વીને છેલ્લી ઓવરમાં ૧૭ રન કૃયા હતા. બાદમાં તેણે બે વિકેટ પણ લીધી હતી. છેલ્લી બે મેચ હાર્યા બાદ આ જીતથી તેનો પાંચમો વિજય થયો છે. ૧૮૩ રનના લક્ષ્યાંક સામે રાજસ્થાને ર૦ ઓવરમાં સાત વિકેટે ૧૭૦ રન કર્યા હતા. આજે રાત્રે હૈદરાબાદમાં હૈદરાબાદ અને ચેન્નાઈની ટીમ વચ્ચે મેચ રમાશે.