ઇન્ડોનેશિયામાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે.

ઈન્ડોનેશિયામાં આજે વિશ્વની સૌથી મોટી એક દિવસીય ચુંટણી ચાલી રહી છે. હાલના રાષ્ટ્રપતિ જાકો વિડોડા અને ભુતપુર્વ લશ્કરી જનરલ પ્રબોવો સુબિયાન્તો વચ્ચે હરીફાઈ છે. આજે ૧૯ કરોડથી વધુ નાગરિકો મતદાન કરવાના છે.  વિશ્વની ત્રીજા ક્રમની લોકશાહીમાં બે લાખ ૪પ હજાર ઉપરાંત ઉમેદવારોએ સંસદીય ચુંટણીમાં ઝુંકાવ્યું છે. ઓપીનીયન પોલના અનુસાર જાકો વિડોડો જીતે તેવી શકયતાઓ છે. ૧૭ હજારી વધુ ટાપુઓના ૪૮૦૦ કીલોમીટર લાંબા વિસ્તારમાં ર૬ કરોડથી વધુ લોકોની વસતિને આવરી લેતા આ દેશમાં વિવિધ ભાષા અને જાતિના લોકો વસે છે. આજે ચુંટણી પુરી યા બાદ પ્રાથમિક અંદાજ જાહેર થશે. પરંતુ પરીણામ મે મહિનામાં બહાર પડે તેવી શકયતા છે.