નાણાકીય દુર્વ્યવહારો બદલ ચૂંટણીપંચે તમિળનાડુની વેલ્લોર બેઠકની ચૂંટણી રદ કરી.

આવક વેરા વિભાગે ડીએમકેના ઉમેદવાર કનીમોડી કરૂણાનિધિના તુટીકોરીનના નિવાસ સ્થાને ગઈ રાત્રે દરોડા પાડયા હતા. અંદાજે દસ અધિકારીઓની ટુકડીએ બે કલાક સુધી તપાસ કરી હતી. ડીએમકે નેતા એમ.કે.સ્ટાલીને વિરોધપક્ષના ઉમેદવારોને જ લક્ષ્ય બનાવાવમાં આવતાં હોવાનો આક્ષેપ કર્યો છે અને ભાજપ પ્રદેશ પ્રમુખ પણ ઉમેદવાર છે ત્યારે તેને ત્યાં દરોડા કેમ નથી પડતા તેવો પ્રશ્ન કર્યો છે.