પાકીસ્તાનમાં વાવાઝોડા અને વરસાદથી ૩૯ જણાના મોત.

પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં વાવાઝોડા અને વરસાદથી ૩૯ જણાના મોત થયા છે, જયારે ૧૩પ જણાને ઈજાઓ થઈ છે. આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે જણાવ્યું કે ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં ૧૩, બલુચિસ્તાનમાં ૧૧, પંજાબમાં દસ અને સિંધમાં પાંચ જણાના મોત થયા છે. વાવાઝોડાના કારણે ૮૦ જેટલા ઘરો તુટી પડયા છે. છેલ્લા કેટલાક દિવસોથી પશ્ચિમ, ઉત્તર અને મધ્ય પ્રાંતમાં હવામાન બદલાતાં વરસાદ અને પુરના કારણે જમીન ધસી પડવાના અને માર્ગો તુટી પડવાના બનાવો નોંધાયા છે.