ભગવાન મહાવીર જન્મતિથિ મહાવીર જયંતીની દેશભરમાં ઉજવણી.

જૈન તીર્થકર ભગવાન મહાવીરની જન્મજયંંતિ આજે દેશભરમાં ઉજવાઈ રહી છે. આ નિમિત્તે વિશેષ પુજા, પ્રસાદ અને પાલખીયાત્રાના આયોજનો થયા છે.

રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ મહાવીર જયંતિ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિએ પાઠવેલી એક સંદેશામાં જણાવ્યું છે કે, શાંતિ અને અહિંસાના ભગવાન મહાવીરના સંદેશાથી આપણા સાંસ્કૃતિક વારસો સમૃદ્ધ બન્યો છે. દેશમાં અને વિશ્વમાં ભાઇચારાની ભાવના તથા સંવાદીતા જળવાય તે માટે સૌએ પ્રયત્ન કરવા જાઇએ. ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે, સત્ય, અહિંસા અને દયાની ભાવનાના માર્ગે પ્રમાણિકતા અને સત્યતા પ્રવર્તે છે. ભગવાન મહાવીરના આદર્શો સમગ્ર વિશ્વ માટે અનુકરણીય છે.