વધી રહેલા દબાણ વચ્ચે ઉત્તર કોરિયામાં થયેલા ફેરફાર અંગે સમીક્ષા

કોરિયા દ્વિપસમુહમાં ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચેના તનાવ તથા અમેરિકા દ્વારા શરૂ થયેલી મધ્યસ્થીના પરીણામો હજી સુધી મળ્યા નથી. જા કે આ તનાવ અને દબાણ વચ્ચે ઉત્તર કોરીયાએ કેટલાક ફેરફારો જાહેર કર્યા છે. ઉત્તર કોરીયાની સર્વોચ્ચ પરીષદ સુપ્રીમ પીપલ્સ એસેમ્બલીની ૧૪મી બેઠક પ્યોંગયાંગમાં મળી અને તેમાં નેતૃત્વમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. અમેરિકા અને ઉત્તર કોરીયા વચ્ચે છેલ્લે હેનોઈમાં થયેલી વાટાઘાટોનો આકÂસ્મક અંત આવતા અને કોઈ જ સંયુકત નિવેદન બહાર ન પડતાં Âસ્થતિ વધુ અસમંજસ ભરેલી બની છે અને એટલે જ ઉત્તર કોરીયામાં થયેલા ફેરફારોથી તંગદીલી વ્યાપક બને તેવી સંભાવનાઓ ઉભી થઈ છે. ઉત્તર કોરીયાની સર્વોચ્ચ પરીષદે ધરખમ ફેરફારો કર્યા છે. ઘણા નેતાઓને ઉચ્ચપદેથી દુર કરાયા છે, જયારે મહત્વના પદો પર ઘણાની બઢતી અપાઈ છે. ર૦૧૮ ના તથા ર૦૧૯ ના અંદાજપત્રને પણ મંજુરી આપવામાં આવી છે. આ ઉપરાંત રાજયપંચના ચેરમેન પણ ચુંટવામાં આવ્યા છે. તે દ્વારા સમાજવાદ આધારીત બંધારણમાં પણ કેટલાક ફેરફારો કર્યા છે. ચર્ચા દરમિયાન કોરીયા લોકતાંત્રિક પ્રજાસત્તાકની રાજકીય વ્યવસ્થામાં સામાન્ય Âસ્થતિ પ્રવર્તે તેની પર ભાર મુકવામાં આવ્યો હતો. જા કે આ તમામ સમાચારમાં મુખ્ય સમાચાર એ છે કે રાજયપંચના અધ્યક્ષ તરીકે કીમ જાંગ ઉન ફરીથી ચુંટાયા છે. તેમને કોરીયા પ્રજાસત્તાકના સર્વોચ્ચ પ્રતિનિધિનો હોદૃ પણ આપવામાં આવ્યો છે. તેનો મતલબ એ છે કે કીમ જાંગ ઉન પક્ષના રાજકીય તથા લશ્કરી વડા તરીકેની તમામ સત્તાઓ પોતાને હસ્તક રાખશે. જા કે આ બેઠકમાં થયેલા ઠરાવ દરમિયાન તેઓ ઉપÂસ્થત નહોતા. આ સર્વોચ્ચ પરિષદ પણ દક્ષિણ કોરીયાની રાષ્ટ્રીય સલામતી પરિષદ જેવી જ બનાવવામાં આવી છે. તે માટે કાયદો અને વ્યવસ્થા, વિદેશ નીતી અને લશ્કરી વ્યવસ્થા તંત્રની બાબતો આવરી લેવામાં આવેલી છે. ઉત્તર કોરીયાના પ્રધાનમંત્રી પદે ર૦૦૩ થી ર૦૦૭ સુધી પાક યોંગ જુ સત્તા પર હતા. તેઓ ર૦૧૩ થી ર૦૧૯ દરમિયાન પણ પ્રધાનમંત્રી હતા. હવે તેમણે રાજીનામું આપ્યું છે. તેમને સર્વોચ્ચ પ્રજા પરિષદના ઉપાધ્યક્ષ તરીકે ચુંટણીમાં આવ્યા છે, પરીણામે નવા પ્રધાનમંત્રી પદે કીમ જે રયોંગે પદભાર સંભાળ્યો છે. તેઓ પ્રજા પરિષદના અધ્યક્ષ તરીકે પણ રહેશે. ચોથી વાર્ષિક પરિષદમાં રયોંગન પોલીટ બ્યુરોમાં પણ ચુંટવામાં આવ્યા છે. જગાંગ પ્રાંતીય પક્ષ સમિતિના ચેરમેન તરીકે પણ તેમણે કામગીરી સંભાળી છે તથા કેન્દ્રીય લશ્કરી પંચના અધ્યક્ષ તરીકે રહી ચુકયા છે.

ઓ રયોંગ હે પ્રજા પરિષદના પ્રમુખ  રહી ચુકયા છે. અગાઉ તેઓ પોલીટ બ્યુરોની સ્થાયી સમિતિના સભ્ય પણ હતા તથા માર્ગદર્શક મંડળના નિયામક પદે પણ હતા. ચો રયોંગે સલાહકાર પરિષદનું ઉપાધ્યક્ષ પદ સંભાળ્યું છે. ચોંગ સુન હી એ વિદેશ બાબતોના પ્રથમ ઉપમંત્રી બન્યા છે. તેઓ પણ સલાહકાર પરિષદમાં ચુંટાયા છે તથા વિદેશ બાબતોની સમિતિના સભ્ય બન્યા છે. આ ઉપરાંત કીમ જે રોંગ, કીમ સુ ગીલ, રી માન ગોન અને નો કવાંગ ચોઈ પણ સભ્ય બન્યા છે. વિદેશ મંત્રી રી યોંગ હો અને વિદેશ સમિતિના પ્રમુખ રી સુ યોંગ પણ સલાહકાર પરીષદમાં ફરીથી ચુંટાયા છે.

મહત્વના પદાધિકારી તરીકે રીમ માન ગોન પોલીટ બ્યુરોમાં ચુંટાયા છે અને મધ્યસ્થ લશ્કરી પંચમાં પણ સભ્ય બન્યા છે .આ ઉપરાંત પક્ષની કેન્દ્રીય સમિતિમાં પણ તેમને નિયામક બન્યા છે. નવુ મંત્રાલય જહાજ બાંધકામ અંગેનું ઉભુ કરાયું છે અને તેમાં મંત્રી પદે કાંગ ચોલ ગુની નિમણુંક કરી છે. નાણામંત્રી કી કવાંગ હો એ જણાવ્યું કે ઉત્તર કોરીયા સરકારે કુલ ખર્ચના ૪૭.૬ ટકા અર્થતંત્રના વિકાસ પાછળ ફાળવ્યા છે. તેમાં ઉર્જા ઉત્પાદન, રસાયણ અને હળવા ઉદ્યોગો પર ભાર અપાયો છે. સંરક્ષણ ક્ષેત્રનું અંદાજપત્ર ૧પ.૮ ટકા કરાયું છે. શિક્ષણ, જાહેર આરોગ્ય અને રમત ગમત પાછળ ૩૬.૪ ટકા ફાળવણી કરી છે.

આ તમામ ફેરફારો દર્શાવે છે કે તેનું અર્થતંત્ર સુધારા પર છે. સમાજવાદ આધારીત વ્યવસ્થાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જા કે તેમણે અણુશો છોડવા અંગેની કોઈ જાહેરાત કરી નથી. અમેરિકા સાથે હજી મંત્રણાઓ ચાલી રહી છે. કીમ જાંગ ઉન યોગ્ય મંત્રણા દ્વારા અમેરિકા ખાતરી આપે તેવી માંગણી કરી રહયાં છે. કીમે ડીસેમ્બર સુધી રાહ જાવાની અને ઉકેલ આવે તેની આશા દર્શાવી છે. ભારત સર્વમાન્ય અને સર્વ સંમત ઉકેલ આવે તેની હીમાત કરી રહયું છે.