ઉત્તર પ્રદેશના કાનપુર નજીક પૂર્વા એક્સપ્રેસના બાર ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા. આ ટ્રેન હાવડાથી નવી દિલ્હી આવી રહી હતી.

ઉત્તર પ્રદેશના કાનપુર નજીક આજે રાત્રે વહેલા એક વાગે પૂર્વા એક્સપ્રેસના બાર ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા. આ ટ્રેન હાવડાથી નવી દિલ્હી આવી રહી હતી. ડબ્બામાંથી ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સ્થાનિક ગ્રામજનો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એક ડઝનથી વધુ ઇજાગ્રસ્તોને હોÂસ્પટલ લઈ જવાયા છે. રેલવે અને રાષ્ટ્રીય આપત્તિ બચાવ દળ દુર્ઘટનાસ્થળ પર જવા રવાના થઈ ગયા છે. રેલવેએ જાણકારી માટે હેલ્પલાઈન નંબર ૧૦૭૨  શરૂ કરી છે. વધુ માહિતીને પ્રતિક્ષા છે.