શ્રીલંકા સરકારે ગઇકાલે મધરાત્રથી શ્રીલંકામાં કટોકટી જાહેર કરી છે. – ચર્ચ અને હોટેલ પર થયેલા હુમલામાં મૃત્યુ પામનારનો આંક ૨૯૦ થી વધુ થયો.

શ્રીલંકા સરકારે ઇસ્ટરના દિવસે ચર્ચ અને હોટેલોમાં થયેલા બોંબ ધડાકા બાદ ગઇકાલે મધરાત્રથી શ્રીલંકામાં કટોકટી જાહેર કરી છે.

ઉલ્લેખનીય છે કે, ઇસ્ટરના દિવસે થયેલા શ્રેણીબધ્ધ બોંબ ધડાકઓમાં ૨૯૦ લોકોના મોત થયા છે. અને ૫૦૦ થી વધુ લોકોને ઇજા થઇ છે. મૃત્યુ પામનારાઓમાં ૮ ભારતીયો સહિત ૩૧ વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે.

શ્રીલંકાના રાષ્ટ્રીય સલામતી પરિષદની મળેલી બેઠકમા ચર્ચા વિચારણા પછી લોકોની સલામતી માટે કટોકટી લાદવાનો નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં આજે રાષ્ટ્રીય કક્ષાના શોકની જાહેરાત કરવામાં આવી છે.

શ્રીલંકાની સરકારે આ આતંકવાદી ઘટનાની તપાસ કરવામાં આંતરરાષ્ટ્રીય સહાયની માંગણી કરી છે. સરકારનું માનવું છે કે, નેશનલ તવહીદ જમાથ નામનું ધાર્મિક જૂથ શ્રીલંકામાં થયેલા બોંબ ધડાકાઓ માટે જવાબદાર છે.

સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ગુપ્તચર સંસ્થાઓએ શ્રીલંકાની સરકારને  આ પ્રકારનો હુમલો થવાની આશંકા દર્શાવી હતી. જા કે, આ દુઃખદ ઘટનાની નિવારી શકાઇ ન હતી તે માટે પ્રવક્તાએ ખેદ વ્યક્ત કર્યો છે.

ઇસ્ટરના દિવસે થયેલા બોંબ ધડાકાઓના સંદર્ભમાં ૨૪ શંકાસ્પદ વ્યÂક્તઓની ધરપકડ કરવામાં આવી છે