ઇરાન પાસેથી તેલ ખરીદવા સામે પ્રતિબંધના અમેરિકાના નિર્ણયની અસરને પહોંચી વળવાની ભારતે પૂરેપૂરી તૈયારી બતાવી.

ઇરાન પાસેથી ખનિજ તેલ ખરીદવાની છુટ પાછી ખેંચી લેવા અમેરિકાના નિર્ણયથી પડનારી અસરોને પહોંચી વળવા ભારત પૂરેપૂરૂં તૈયાર છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા રવિશકુમારે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે, ભારત પોતાના ઉર્જા અને આર્થિક સલામતિના હિતોના રક્ષણ માટે શક્ય તમામ ઉપાયો શોધવા અમેરિકા સહિત મિત્ર દેશો સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે. બીજી તરફ અમેરિકાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ભારત, ચીન, જાપાન, દક્ષિણ કોરીયા અને ટર્કી એમ પાંચ દેશ જા આગામી બીજી મે પછી ઇરાન પાશેતી ખનિજતેલ આયાત કરવાનું ચાલુ રાખશે તો તેમને અમેરિકા તરફથી કોઇ છુટ આપવામાં નહીં આવે. આ જાહેરાત પછી અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પીયોએ પત્રકારોને જણાવ્યું હતું કે, નિર્ધારિત બીજી મે પછી આવી કોઇ છુટ આપવામાં નહીં આવે. અમેરિકાએ ગયા નવેંબર માસમાં ભારત સહિત પાંચ દેશોને ઇરાનમાંથી ખનિજતેલ આયાત કરવા માટે છ મહિનાની છુટ આપી હતી.