ઉત્તર કોરિયાના નેતા કીમ જાંગ ઉન અને રશિયાના રાષ્ટ્રપતિ પુટીન વચ્ચે આજે વ્લાદિવોસ્ટોક શહેરમાં બેઠક યોજાઈ છે.

ઉત્તર કોરિયાના નેતા કીમ જાંગ ઉન અને રશિયાના રાષ્ટ્રપતિ પુટીન વચ્ચે આજે વ્લાદિવોસ્ટોક શહેરમાં બેઠક યોજાઈ છે.  શ્રી પુટીને કોરિયા દ્વીપ વિસ્તારમાં તનાવમુક્ત વાતાવરણ સર્જી દ્વિપક્ષી આર્થિક સંબંધો આગળ વધે તેવા પ્રયત્નોને ટેકો જાહેર કર્યો છે.  તેમણે કહ્યું કે, આ પ્રકારના સંબંધોથી બે દેશો વચ્ચેના પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવશે. ગઈકાલે ટ્રેન દ્વારા કીમ જાંગ ઊન રશિયા પહોંચ્યા હતા.  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વિયેતનામમાં કરેલી બેઠક નિષ્ફળ ગયા બાદ તેઓ રશિયાનો સહયોગ માંગે તેવી સંભાવના છે. શ્રી પુટીનના વિદેશ નીતિ સલાહકાર યુરી ઉષાકોવે કહ્યું કે, કોરીયા દ્વીપમાં થોડા સમયથી Âસ્થરતા ઉભી થઈ છે અને રશિયા તેમાં મદદરૂપ બનશે. આ અગાઉ ઉત્તરકોરિયામાં અણુ નિઃશીકરણ માટે પણ રશિયા પ્રયત્નશીલ બન્યું હતું.