કતારના દોહા શહેરમાં રમાયેલી એશિયા એથ્લેટિક્સ સ્પર્ધામાં ભારતે ચાર ચંદ્રકો જીત્યા છે, તેમાં એક સુવર્ણચંદ્રક પણ મળ્યો છે.

કતારના દોહા શહેરમાં રમાયેલી એશિયા એથ્લેટિક્સ સ્પર્ધામાં ભારતે ચાર ચંદ્રકો જીત્યા છે, તેમાં એક સુવર્ણચંદ્રક પણ મળ્યો છે. મહિલાઓની ૧૫૦૦ મીટરની  દોડમાં પી.યુ. ચિત્રાએ સુવર્ણચંદ્રક જાળવી રાખ્યો છે. પુરુષોની ૧૫૦૦ મીટરની દોડમાં અજયકુમાર સરોજ અને મહિલાઓની ૪૦૦ મીટર દોડમાં રજત ચંદ્રક મળ્યો છે. મહિલાઓની ૨૦૦ મીટર દોડમાં  દૂતી ચાંદે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. પુરુષોની ૪૦૦ મીટર દોડમાં ભારતીય ખેલાડીની રજત ચંદ્રક માટે પસંદગી થઈ હતી, પરંતુ બીજા ખેલાડીને અવરોધવાની ચીનની ફરિયાદના પગલે તેને રદ જાહેર કરાયો હતો. આ સ્પર્ધામાંં બહેરન પ્રથમ નંબરે, ચીન બીજા ક્રમે, જાપાન ત્રીજા ક્રમે અને ભારત ચોથા ક્રમે રહ્યું છે.