ચોથા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પરાકાષ્ઠાએ પહોંચ્યો – છઠ્ઠા તબક્કા માટે ઉમેદવારી પત્ર પાછાં ખેંચવાનો આજે છેલ્લો દિવસ

લોકસભાની આગામી ૧૨મી મેના રોજ યોજાનારી છઠ્ઠા તબક્કાની ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે.

આગામી ૧૨મી મેએ સાત રાજ્યોની લોકસભાની ૫૧ બેઠકો માટે મતદાન થશે.

જેમાં ઉત્તરપ્રદેશની ૧૪, હરિયાણાની ૧૦, બિહાર, મધ્યપ્રદેશ તથા બંગાળની દરેકની ૮-૮, દિલ્હીની ૭ તથા ઝારખંડની ૪ બેઠકો માટે મતદાન થશે.