ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીમાં આજે વારાણસી બેઠક પર ઉમેદવારી પત્ર ભરશે.

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીમાં આજે વારાણસી બેઠક પર ઉમેદવારી પત્ર ભરશે. લોકસભાની સાતમા તબક્કાની આગામી ૧૯મી મેના રોજ યોજાનારી ચૂંટણીમાં વારાણસી બેઠક માટે મતદાન થશે. પ્રધાનમંત્રી બેઠક પરથી બીજી વખત ચૂંટણી લડવાના છે. શ્રી નરેન્દ્ર મોદી આજે સવારે પક્ષના કાર્યકરો તથા મતદાન મથકના ભાજપના પ્રમુખોને સંબોધન કરશે, ત્યારબાદ તેઓ આજે સવારે ૧૦ વાગે વારાણસીના કાળભૈરવ મંદિરે જઈ દર્શનપૂજા કરશે. ત્યારપછી આશરે ૧૧ વાગે પ્રધાનમંત્રી ઉમેદવારીપત્ર ભરશે. વખતે ભાજપના વરિષ્ઠ મંત્રીઓ અમીત શાહ, રાજનાથસિંહ, નીતિન ગડકરી, યોગી આદિત્યનાથ, પિયુષ ગોયલ વગેરે તેમની સાથે રહેશે. પ્રસંગે એન.ડી.. મોરચાના મુખ્ય રાજકીય ઘટક પક્ષોના વરિષ્ઠ અગ્રણીઓઅકાલી દળના પ્રકાશસિંહ બાદલ, જે.ડી.યુ.ના નીતીશકુમાર, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે, લોક જનશÂક્ત પાર્ટીના રામવિલાસ પાસવાન પણ ઉપÂસ્થત રહે તેવી સંભાવના છે. ઉલ્લેખનિય છે કે, વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને વારાણસી બેઠક પર ત્રણ લાખથી વધુ મતોની સરસાઈથી પરાજય આપ્યો હતો.