શ્રીલંકના રાષ્ટ્રપતિ સિરિસેનો ફરજમાં બેદરકારી દાખવનાર કર્મચારીઓ સામે કાર્યવાહીની ચીમકી આપી છે

શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ મૈત્રીપાલ સિરીસેનાએ આજે કોલંબોમાં જણાવ્યું હતું કે, ફરજ ચૂકી જનાર બધા જ અધિકારીઓ સામે પગલા લેવાશે તેમજ આગામી દિવસોમાં સલામતી સંસ્થાઓની પુર્નરચના કરાશે.

કોલંબોમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શ્રીલંકાના મિત્ર દેશોએ ગત ચોથી એપ્રિલે ગુપ્તચર સંસ્થાના વડાઓને સંભંવીત આતંકવાદી હુમલાના લક્ષ્યો અને પદ્ધતિઓ અંગે ઘણી વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. શ્રી સિરીસેનાએ જણાવ્યું કે, આઈએસ ત્રાસવાદી સંગઠન સાથે સાંઠગાંઠ ધરાવતા આશરે ૧૪૦ શંકાસ્પદ લોકો દેશમાં હોવાનું મનાય છે. આમ છતાં આતંકવાદી સંગઠનોને શ્રીલંકામાંથી નાબુદ કરવા સલામતી દળો સક્ષમ છે અને શ્રીલંકામાં સંપૂર્ણ સામાન્ય Âસ્થતિની સ્થાપના ટૂંક સમયમાં કરાશે.

દરમિયાન સલામતી વ્યવસ્થા શ્રીલંકામાં સઘન બનાવવામાં આવી છે તેમજ પોલીસ દ્વારા શોધખોળ કરીને શંકાસ્પદોને પકડવાની કાર્યવાહી પણ ચાલુ છે. શ્રીલંકાની પોલીસે રવિવારે થયેલા વિસ્ફોટોમાં સંડોવાયેલી મનાતી ત્રણ મહિલાઓની માહિતી પૂરી પાડવાની અપીલ કરી છે. બ્રિટન અને ઈઝરાયેલ સહિત કેટલાક દેશોએ શ્રીલંકામાં તાજેતરમાં થયેલા વિસ્ફોટોના કારણે ઉભી થયેલી પરિÂસ્થતિ ધ્યનમાં લઈને પોતાના નાગરિકો માટે લંકા પ્રવાસ

આભાર – નિહારીકા રવિયા  અંગે સૂચનાઓ જારી કરી છે. દરમિયાન સરકારે ગત રવિવારે વિસ્ફોટોમાં મૃત્યુ પામનાર લોકોનો આંક ૩૬૦ જાહેર કરાયો હતો તેમાં ઘટાડો કરીને ૨૫૩ કર્યો છે. દરમિયાન શ્રીલંકાના સંરક્ષણ સચિવ હેમસિરી ફર્નાન્ડોએ પદ પરથી રાજીનામું આપ્યું છે. આતંકવાદી હુમલા બાબતે મળેલી માહિતી પછી સલામતી સંસ્થાઓને કામગીરી કરવામાં મળેલી નિષ્ફળતાના અહેવાલના પગલે શ્રી ફર્નાન્ડોએ પદ પરથી રાજીનામું આપ્યું છે.