સર્વોચ્ચ અદાલતે મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ સામે બૃહદ કાવતરૂ ઘડવાના કહેવાતા આક્ષેપોની તપાસ કરવા સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ એ. કે. પટનાયકની એક વ્ય ક્તની પેનલની રચના કરી છે.

સર્વોચ્ચ અદાલતે મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ સામે જાતિય સતામણીના કરાયેલા આરોપોની ચકાસણી કરતી આંતરીક તપાસ સમિતિના નવા સભ્ય તરીકે ન્યાયધીશ ઈન્દુ મલ્હોત્રાની નિમણૂક કરી છે. ગઈકાલે ન્યાયાધીશ એન.વી.રામનના સમિતિમાંથી ખસી જતાં અદાલતે નિર્ણય લીધો છે. ઉલ્લેખનિય છે કે, ન્યાયાધીશ એસ..બોબડેના વડપણ હેઠળની આંતરીક તપાસ સમિતિમાં ન્યાયાધીશ ઈન્દુ મલ્હોત્રા ઉપરાંત Âન્દરા બેનરજી પણ સભ્ય છે. પેનલની પહેલી બેઠક નિર્ધારીત સમય પત્રક મુજબ આજે યોજાશે.