ભારત – અમેરિકા વચ્ચે વેપાર ક્ષેત્રે તનાવની સ્થિતિ

અમેરિકાના વાણિજ્યમંત્રી વિલબર રોસે, ભારતને સૌથી ઊંચા કરવેરાવાળો દેશ તરીક ઓળખાવ્યો છે.

શ્રી વીલબર, નવી દિલ્હીમાં યોજાયેલા અમેરિકા અને ભારત – પ્રશાંત વેપાર મંચની બેઠકમાં ભાગ લેવા ભારત આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, અમેરિકા ચીન પછી ભારતનો બીજા ક્રમાંકનો વેપાર ક્ષેત્રનો ભાગીદાર દેશ છે. ભારતના વાણિજ્યમંત્રી સાથેની દ્વિપક્ષીય બેઠકમાં પણ શ્રી પીલબર રોસે, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકાને ફરીથી મહાન બનાવો સૂત્રને દોહરાવ્યું હતું.

તેમણે કહ્યું કે, ભારત – અમેરિક વચ્ચેના વેપાર સંબંધો વધુ સારા બનાવીને અમેરિકાને વધુ મહાન બનાવીએ.

અથાર્ત આ માટે ભારતના સહકાર ઉપર શ્રી રોસે ભાર મૂક્યો હતો.

જાકે, ભારત અને અમેરિકાના વેપાર ક્ષેત્રના સંબંધોમાં બધુ જ સલામત નથી અને એક પ્રકારનો તનાવ અનુભવાય છે.

ભારત, ચીન તથા અમેરિકા વચ્ચે ઊભી થયેલ વેપાર યુદ્ધની Âસ્થતિથી ચિંતિત છે.

તાજેતરમાં , અમેરિકાએ ભારતને ઇરાનથી ખનીજ તેલની આયાત કરવા માટે અગાઉ આપેલ છૂટને રદ કરી છે.

અમેરિકાએ વિકાસશીલ દેશો વિવિધ ઉત્પાદનો વેરામાં છૂટછાટ સાથે મેળવી શકે તે માટે જી.એસ.પી.  વ્યવસ્થા શરૂ કરી હતી.

ભારતને ખનીજ તેલ અંગેની રાહત આ જીએસપી પદ્ધતિ હેઠળ આપવામાં આવી હતી.

વિશ્વ વેપાર સંસ્થા – ડબલ્યૂ.ટી.ઓ. હેઠળ અપાતા સૌથી તરફેણવાળો દેશ –એમ.એફ.એન.ના દરજ્જાથી અમેરિકાની જીએસપી પદ્ધતિ જુદી વ્યવસ્થા છે.

અમેરિકાનું ટ્રમ્પ વહિવટીતંત્ર ભારત માટે જીએસપી વ્યવસ્થા રદ કરવાની નેમ ધરાવે છે.

અમેરિકાના વાણિજ્ય મંત્રીએ એવી ચીમકી પણ આપી છે કે, આના પ્રતિભાવમાં ભારત જા અમેરિકાની ચીજા પર કરવેરામાં વધારો કરશે, તો તે પગલું ડબલ્યુ.ટી.ઓ.ના નિયમોને અનુરૂપ નહીં હોય.

શ્રી રોસે એમ પણ કહ્યું હતું કે, ભારતે ઇ-કોમર્સ અંગે ઘડેલા નવા નિયમો અમેરિકાની વેપાર સંસ્થાઓ માટે ભેદભાવ ભર્યા ગણાવી શકાય.

આ નિયમો હેઠળ ભારતે નવા અવરોધો ઊભા કર્યાનો તથા ડેટા લોકલાઈઝેશન દ્વારા નિયંત્રણો લાદ્યા હોવાનો આક્ષેપ અમેરિકાએ કર્યો છે.

અમેરિકાથી આયાત કરાતા તબીબી ક્ષેત્રના ઉપકરણો માટે કિંમતની મર્યાદા નક્કી કરાતા અમેરિકા તેને અવરોધરૂપ ગણે છે. જાકે, ભારતની નવી સરકાર સત્તાના સૂત્રો સંભાળશે ત્યાર પછી જ અમેરિકા ભારત સાથે દ્વિપક્ષીય વેપાર બાબતે સઘન ચર્ચા કરશે.

જાકે, અમેરિકાના વાણિજ્યમંત્રીએ ભારતમાં કરવેરાનું પ્રમાણ સૌથી વધુ હોવા અંગે કરેલા અવલોકનો અસત્ય છે.

ભારતમાં વેપાર ક્ષેત્રે લાગુ થતા વેરાનું પ્રમાણ ૭.૫ ટકાછે, જે બ્રાઝીલના ૧૦.૩ ટકા અને દક્ષિણ કોરિયાના નવ ટકાથી ઓછું છે.

ભારત તથા અમેરિકાના વાણિજ્ય મંત્રીઓએ ભારત તથા અમેરિકા વચ્ચેના મજબૂત તથા સતત વધતા જતા દ્વિપક્ષીય સંબંધો બાબતે સંતોષ વ્યક્ત કર્યો છે.

બંને દેશો વચ્ચે ૨૦૧૭માં દ્વિપક્ષીય વેપારનું પ્રમાણ ૧૨૬ અબજ અમેરિકી ડોલર હતું, જે વર્ષ ૨૦૧૮માં તે વધીને ૧૪૨ અબજ અમેરિક ડોલરનો થયો હતો. જે ૧૨.૬ ટકાનો વધારો દર્શાવે છે.

આ વખતના દ્વિપક્ષીય વેપારની ચર્ચામાં પ્રથમવાર નાના અને મધ્યમ ઉદ્યોગોને લઈ ચર્ચા થઈ હતી.

અમેરિકાના વાણિજ્યમંત્રી, અમેરિકાના વેપાર ક્ષેત્રના ૧૦૦ પ્રતિનિધિઓનું નેતૃત્વ કરી રહ્યા હતા.

અમેરિકાની કંપનીઓને ભારતના બજારમાં સરળતાથી પ્રવેશ મળે, ડેટા લોકલાઈઝન  બાબતે એન્ટ્રી ડેટાના અવરોધો દૂર કરવા એ અમેરિકાના પ્રતિનિધિ મંડળનું ધ્યેય હતું.

ભારતે ઇ-કોમર્સ ક્ષેત્રે, સીધા વિદેશી મૂડીરોકાણ – એફડીઆઈ માટે લાગુ કરેલી  નીતીના કારણે એમેઝોન તથા વોલમાર્ટ જેવી મોટી કંપનીઓને સમાન તક મળતી નથી.

ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર ક્ષેત્રના ખોરવાતા સંતુલન અંગે પણ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ નારાજગી દર્શાવી હતી.

વર્ષ ૨૦૧૭-૧૮માં ભારતમાંથી અમેરિકામા થતી નિકાસ ૪૭.૯ અબજ અમેરિકી ડોલરની હતી, જ્યારે અમેરિકાથી ભારતમાં થતી આયાત ૨૬.૬ અબજ અમેરિકી ડોલરની હતી. અમેરિકાએ ભારતને નાણાં કંપનીઓને સ્થાનિક સર્વર ઉપર ડેટો સાચવવા અંગેની ભારતીય રિઝર્વ બેન્કની નીતીની પુનઃ સમીક્ષા કરવા રજૂઆત કરી છે.

આમ, અમેરિકા ભારત સાથે સંતુલિત વેપારની માંગણી કરે છે.

જાકે, જીએસપી વ્યવસ્થામાંથી બાકાત કરાતા ભારત પણ વળતા પગલાં લઈ શકે છે, કારણ કે, પોતાના આર્થિક હિતોનું રક્ષણ કરવું તે કોઈપણ દેશની ફરજ છે.

લેખક – ડોક્ટર લેખા ચક્રવર્તી,

જાહેરનાણા અને નીતી સંસ્થાના એસોસિએટ પ્રોફેસર