પાકિસ્તાનનો દાતા દરબાર આત્મઘાતી હુમલો

પાકિસ્તાનમાં લાહોરની વિખ્યાત દાતા દરબાર સુફી મÂસ્જદ પર પવિત્ર રમઝાન માસમાં બીજા દિવસે કરાયેલા ઘાતક હુમલામાં ૧૦ જણ માર્યા ગયા અને બીજા ૨૫થી વધુ ઘાયલ થયા હતા. પાકિસ્તાન તેણે પોશેલા ત્રાસવાદી જૂથોનો પોતે જ ભોગ બની રહ્યો હોવા છતાં હજી પણ તેને આશરો આપી રહ્યું છે. આ હુમલો પણ તેનો વધુ એક પુરાવો છે. આ આત્મઘાતક બોમ્બ હુમલાનું નિશાન ખરેખર તો ત્યાં તૈનાત સલામતી ટુકડી હતી. રમઝાન માસ દરમિયાન દરગાહના દર્શને આવતા શ્રદ્ધાળુઓને સુરક્ષા માટે આ સલામતી જવાનો તૈનાત કરવામાં આવે છે.

પાકિસ્તાનમાં સુફી દરગાહ પર આ પહેલી વારનો હુમલો નહોતો, સેહવાનની લાલ શાહબાઝ કલંડર દરગાહ પાકપટનમાં બાબા ફરિદ અને કરાંચીમાં અબ્દુલ્લાહ શાહ ગાઝી દરગાહ  જેવી અનેક સુફી દરગાહો પર ભૂતકાળમાં હુમલા થઈ ચૂક્યા છે. આતંકવાદી જૂથો સુફી પંથને સ્વીકારતા ન હોવાથી આવી દરગાહોને તેઓ સરળતાથી નિશાન બનાવે છે. પાકિસ્તાનમાં આવેલા પાકિસ્તાન તાલિબાન, લશ્કર-એ-ઝાંગવી અને સ્થાનિક તાલીબાનના અલગ પડેલા હિઝબુલ અહરાર જેવા આતંકવાદી સંગઠનો સુફી પંથને બહુઇશ્વરવાદમાં માનનારો સંપ્રદાય ગણીને તેના તરફ ઘૃણાંથી જુવે છે. અને તેમના ધર્મમાં સુફી દરગાહને સ્થાન આપતાં નથી. તાજેતરની હુમલાની જવાબદારી હિઝબુલ અહરારે સ્વીકારી હતી.

દાતા દરબારએ દક્ષિણ એશિયામાં આવેલી સૌથી મોટી સુફી દરગાહ છે. અને મુÂસ્લમ વર્ષના છેલ્લા ત્રણ દિવસ ત્યાં યોજાતા વાર્ષિક ઉર્સમાં સમગ્ર પાકિસ્તાનમાંથી શિયા અને સુન્ની સંપ્રદાયના શ્રદ્ધાળુઓ ભાગ લેવા માટે આવે છે. આટલી મોટી સંખ્યામાં અનુયાયીઓ ત્યાં આવતા હોવાથી ઉર્સ દરમિયાન પાકિસ્તાનના વગ ધરાવતાં રાજકારણીઓ સહિત અનેક લોકો પણ જનતા પર પ્રભાવ માટે આવતાં હોય છે. તાજેતરમાં એક અઠવાડિયાના જામીન પર છુટેલા તેના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ પણ આ હુમલાના બે દિવસ પહેલાં જ દાતા દરબારના દર્શને આવ્યા હતા. પાકિસ્તાનના ઘણા રાજકીય વિશ્લેષકોએ આ મુલાકાતને પાકિસ્તાન મુÂસ્લમ લીગ નવાઝ પીએમએલ-એનના પુનરાગમનના સંદેશ તરીકે અને પક્ષ ફરી મજબૂત બની રહ્યો હોવાના સંકેત રૂપે ગણાવી છે. આ બાબતને જાતાં દરગાહની સલામતી સ્થાનિક સરકાર માટે મહત્વની બની જાય છે. સલામતી જવાનો અને કાયદાના પાલન કરાવનારાઓને સરકારનું પ્રતિક ગણવામાં આવતા હોવાથી આતંકવાદીઓ માટે તે મુખ્ય નિશાન બને છે.

સુવિખ્યાત સુફી દરગાહની સુરક્ષા કરી રહેલા સલામતી જવાનોને નિશાન બનાવાયા તે ખૂબ નોંધપાત્ર બાબત છે. આ આત્મઘાતી હુમલો, પાકિસ્તાન સરકારને એવો નિર્દેશ કરે છે કે, પાકિસ્તાનમાં ત્રાસવાદી હજી પણ એટલા જ સક્રિય છે અને પોતાની રીતે અલ્લાહની બંદગીનો ઉપદેશ આપનારી સુફી દરગાહોને નિશાન બનાવવાનું ચાલું રાખશે. ઉર્સ દરમિયાન દાતા દરબાર દરગાહમાં સંગીત અને નૃત્યનું પણ આયોજન થાય છે. જેને મોટા ભાગના આતંકવાદી સંગઠનો ઇસ્લામ વિરુદ્ધ માનતા હોવાથી તેના પર આવા હુમલા કરવામાં આવે છે.

તદુપરાંત, દાતા દરબારને અગાઉ પણ તેની પ્રથાઓ માટે નિશાન બનાવવામાં આવ્યું છે. ૨૦૧૦માં, આ ધાર્મિક સ્થળે બે જીવલેણ આત્મઘાતી હુમલાઓ કરવામાં આવ્યા હતા. જેથી ૫૦થી વધુ શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને ૨૦૦ ઇજાગ્રસ્ત થયા હતા.

પાકિસ્તાન માટે આ ખરેખર ગંભીર ચિંતાનો વિષય હોવો જાઈએ કે આતંકી જૂથો ધાર્મિક સ્થળો પર હુમલા કરવા માટે તેના યુવાનોનો આત્મઘાતી બોમ્બરો તરીકે ઉપયોગ કરે છે. પ્રાંતીય અધિકારીઓએ જણાવ્યું કે, આ વખતે દરગાહ પર હુમલો કરનાર એક ૧૫ વર્ષનો છોકરો હતો.જે દર્શાવે છે કે, ઉગ્રતાવાદી જૂથો છુપી રીતે સક્રીય છે. અને પાકિસ્તાનની આતંકવાદ વિરોધી વ્યૂહરચનાના દાવાઓ ઉપર પ્રશ્નાર્થ મૂકે છે. જેમાં તે કહે છે કે, તેણે હિઝબુલ અહરાર જૂથને લગભગ નાશ કરી દીધું છે.

તેની નોંધ લેવી જાઈએ કે, છેલ્લા બે વર્ષમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કોઈ મોટો આતંકી હુમલો થયો ન હતો. દાતા દરબાર દરગાહ પર થયેલો હુમલો એ ઇમરાન ખાન સરકારને મજબૂતાઈથી ફરી યાદ અપાવે છે કે, ઉગ્રતાવાદી જૂથો પાસે પુનરાગમન કરવા માટે સંસાધનો છે અને હજુ તેઓ નાશ નથી થયા મસૂદ અઝહરને જ્યારે વૈશ્વિક આતંકવાદી તરીકે જાહેર કરાયો છે તેવા સમયે, અને ફાયનાન્સીયલ એકશન ટાસ્ક ફોર્સના બ્લેકલિસ્ટમાં સામેલ થવાથી બચવા માટે પાકિસ્તાન દ્વારા આતંક સંબંધી સંસ્થાઓને બંધ કરવામાં આવી રહી છે ત્યારે, દાતા દરબાર દરગાહ પર આ હુમલો પાકિસ્તાન માટે ચેતવણીરૂપ સાબિત થવો જાઈએ કે, વધારે મોડું થાય તે પહેલાં તેણે તાત્કાલિક ધોરણે તેના દેશને વ્યવÂસ્થત કરવાની જરૂર છે.