ઈરાનના વિદેશમંત્રીની ભારત મુલાકાત

અમેરિકા દ્વારા ઈરાન પર મૂકાયેલા પ્રતિબંધના કારણે ભારત અને ઈરાન વચ્ચેના સંબંધો પણ જાખમમાં મૂકાયા છે. સંજાગોમાં ભારતે ઈરાન પાસેથી કરવામાં આવતી ખનીજ તેલની ખરીદી તથા અન્ય સંબંધો જળવાઈ રહે તે માટેના પ્રયત્નો હાથ ધર્યા છે, પરંતુ અમેરિકાના દબાણના પગલે ખરીદીને સીધી અસર થઈ છે, ત્યારે ઈરાન સાથેના સંબંધો જાળવવામાં એક મહત્વપૂર્ણ કદમ ભરાયું છે. ઈરાનના વિદેશમંત્રી જાવેદ ઝરીફે હેતુથી તાજેતરમાં ભારતની મુલાકાતે લઈને ભારતઈરાન સંબંધો જળવાઈ રહે તે માટેનો પ્રયત્ન કર્યો છે. શ્રી ઝરીફે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સાથે મહત્વપૂર્ણ વિચારણા કરી અને તેમાં દ્વિપક્ષી સંબંધો ચાલુ રાખવા અંગે મંત્રણા થઈ હતી. બંને નેતાઓએ અફઘાનિસ્તાન પ્રશ્ન ઉપરાંત દ્વિપક્ષી અને પ્રાદેશિક પ્રશ્નો પણ ચર્ચાયા હતા.

ભારત અને ઈરાન વચ્ચેના સંબંધો જાઈએ તો ઘણા જૂના છે. એક હજારથીયે વધુ વર્ષથી ઈરાન અને ભારત વચ્ચેના વેપાર સંબંધો છે.

ઈરાન ભારતની ઉર્જાની જરૂરિયાતમાં મહત્વપૂર્ણ ભાગીદાર દેશ છે. ભારતને ખનીજ તેજ પુરું પાડતા દેશોમાં ઈરાન મુખ્ય છે. અમેરિકાએ મૂકેલા પ્રતિબંધો છતાં બાબતને અસર થઈ નહોતી. તાજેતરમાં અમેરિકાએ ભારતને અપાયેલી છૂટછાટ રદ કરી છે. એટલે ભારતના ખનીજતેલ જથ્થા પર અસર પડી છે.

ભારત અને અમેરિકા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી પણ મહત્વની છે, પરંતુ હવે તેની સીધી અસર ઈરાન સાથેના દાયકા જૂના સંબંધો પર પડે છે. ૧૯૭૯માં ઈરાનની ઈસ્લામિક ક્રાંતિના પગલે ચાર દાયકા જૂના સંબંધોને પણ પ્રભાવ પડ્યો છે. ભારતની સંરક્ષણ ક્ષેત્રની જરૂરિયાતોમાં અમેરિકાનો સહયોગ મહત્વપૂર્ણ છે, તે રીતે જાતાં બહુ પાંખીયા સંબંધોને સીધી અસર પહોંચે તેવું બન્યું છે. ઉપરાંત ભારતના અમેરિકા સાથેના વાણિજ્ય સંબંધો પણ મહત્વપૂર્ણ છે. ભારતીય નાગરિકોના સંબંધો પણ અમેરિકા સાથે વ્યાપક રીતે સંકળાયેલા છે. સામાજિક, આર્થિક, વાણિજ્યીક સંબંધોને જાતાં અમેરિકા સાથેના સંબંધો ભારત માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આના કારણે ભારત, ઈરાન અને અમેરિકા સાથેના સંબંધોને ખૂબ સંતુલીત રાખવા જરૂરી બને છે. હેતુથી ભારતે બહુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને બંને દેશો ઈરાન તથા અમેરિકા વચ્ચેના સંબંધોમાં રહેલો તણાવ ઘટાડવા પ્રયત્ન કર્યા છે.

ઈરાન સાથે રાષ્ટ્રસંઘના કાયમી સભ્યો તથા જર્મનીએ મળીને મહત્વનો સંકલીત કરાર કર્યો હતો, તો જાઈન્ટ કોમ્પ્રીહેન્સીવ પ્લાન ઓફ એક્શન તરીકે ઓળખાય છે, તે દ્વારા અણુશોના નિયંત્રીત ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ભારત કરારમાં ભાગરૂપ નહોતું, પરંતુ આંતરરાષ્ટ્રીય સલામતિના કારણોસર ભારતે પણ પ્રયત્નોને આવકાર્યા હતા. ૨૦૧૫ના અણુ કરારમાંથી અમેરિકાએ નીકળી જવાની જાહેરાત કરતાં કાર્યયોજના સામે પ્રશ્નાર્થ થયા છે. અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધો લાગુ કરતાં ઈરાને પણ કરારની કેટલીક જાગવાઈઓ લાગુ નહીં કરીએ એવી જાહેરાત કરી છે, તેના કારણે ૨૦૧૫ના અણુકરાર સામે પ્રશ્નો ઉભા થયા છે. જાકે ઈરાને કઈ જાગવાઈની બાંહેધરી પાછી ખેંચી છે, એવો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી પરંતુ સમીક્ષકો અણુ પ્રયોગના મુદ્દાને સમજી રહ્યા છે.

સંજાગોમાં અમેરિકાએ ઈરાન પર વધુ પ્રતિબંધો લાગુ કર્યા છે અને અફઘાનિસ્તાનને મદદરૂપ બનવા માટે તેના બંદરો દ્વારા થતી ગતિવિધિ પણ પાછી ખેંચી લીધી છે, તેની સીધી અસર ભારતને થઈ છે. ઉપરાંત ચાબહાર બંદર વિકસાવવામાં ભારતના કરારને પણ અસર થઈ છે. ભારત ઈરાન પાસેથી લગભગ ૧૧ ટકા જેટલું ખનીજતેલ આયાત કરે છે તે હવે બંધ કરવું પડ્યું છે અને તેના પગલે વૈકલ્પીક વ્યવસ્થા કરવી પડી છે. ઉપરાંત અમેરિકાએ અખાતની ખાડીમાં લશ્કરી ગોઠવણ કરતાં તંગદીલીમાં વધારો થયો છે. આના કારણે કોઈપણ પ્રકારની ખોટી ગણતરી ઉંધી પડે તેવી શક્યતાઓ પણ ઉભી થઈ છે.

સંજાગો વચ્ચે ઈરાનના વિદેશમંત્રીની નવી દિલ્હીની મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધો તથા મધ્યસ્થી માટેના પ્રયાસોમાં આગળ વધવાની શક્યતાઓ ઉભી થઈ છે. પ્રતિબંધના સંજાગોમાં ઈરાનની જરૂરિયાત તથા ભારતની ખનીજતેલની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પણ બંને દેશો ઉકેલ કાઢવા પ્રયત્નશીલ છે. જાવેદ ઝરીફની મુલાકાતથી એક મહત્વની ભૂમિકા માટેના સંકેત મળ્યા છે. ભારતના બંને દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધોના કારણે તેમાંથી કોઈ ઉકેલ આવે તેની આશા ઉભી થઈ છે.

લેખકઃ  ડોક્ટર અસીફ શુઝા, ઈરાનની બાબતોના વ્યૂહાત્મક વિશ્લેષક