બ્રેક્ઝીટ મુદ્દે આખરી પ્રયાસ અને હવે પછી શું? – આ અંગે સમીક્ષા

બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મેની યુરોપીયન સંઘમાંથી બ્રિટનને બહાર નીકળવા અંગેની બ્રેÂક્ઝટ સમજુતીને બ્રિટીશ સંસદે ભુતકાળમાં ત્રણ વખત ફગાવી દીધી છે. હવે પ્રધાનમંત્રી થેરેસા મે સમજુતી બાબતે આખરી પ્રયાસ કરશે. પ્રયાસમાં પણ જા નિષ્ફળતા મળશે તો તેના ગંભીર પરિણામો સમજુતી તથા બ્રિટનની વર્તમાન સરકાર ઉપર થશે. યુરોપીયન સંઘના સેક્રેટરી ઓફ સ્ટેટ સ્ટીફ બાર્કલેએ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, સમજુતી હવે પછી જા ફગાવાશે તો સમજુતી કાયમ માટે રદ થશે. પ્રધાનમંત્રી થેરેસા મે સમજુતી હાઉસ ઓફ કોમન્સમાં શક્ય તેટલી વહેલી તકે ફરીથી રજુ કરવા પ્રયાસ કરી રહ્યા છે. સમજુતીનો વિરોધ કરનારાઓ બાબતે ચિંતિત છે કે, તાજેતરમાં સપ્તાહ સુધી ચાલેલી મંત્રણામાં સમજુતીમાં કોઈ નવી બાબતોનો સમાવેશ થયો છે કે નહીં. પ્રધાનમંત્રી થેરેસા મેના પોતાના પક્ષકન્ઝર્વેટીવ પાર્ટીના સભ્યો માને છે કે, બ્રિટનની આર્થિક અને બંધારણીય એકતાની સલામતીની બાબતનો સમજુતીમાં સમાવેશ થાય તો સમજુતીને માન્યતા આપી શકે છે. લેબર પાર્ટી, યુરોપીયન સંઘમાં રહેતા બ્રિટિશ નાગરિકો તથા બ્રિટનમાં વસતા યુરોપીયન સંઘના નાગરિકોના અધિકારો બાબતે સમજુતીનો વિરોધ કરી રહ્યા છે. લેબર પાર્ટીએ, યુરોપીયન સંઘના સભ્યપદ મુદ્દે બીજીવાર જનમત લેવાની પણ માગણી કરી છે.  એવી પણ શક્યતા છે કે, પ્રથમ તબક્કામાં બ્રેક્ઝીટને સંસદીય મંજૂરી માટે મળે, તે હેતુથી લેબર પાર્ટી મતદાન વખતે ગેરહાજર રહી શકે છે.  તો બીજીતરફ ગ્રીન પાર્ટી, લીબરલ ડેમોક્રેટ, સ્કોટીશ નેશનલ પાર્ટી તથા પ્લેડ સીમરૂ બ્રેક્ઝીટનો સંપૂર્ણ વિરોધ કરી રહ્યા છે.  ટૂંકમાં કન્ઝર્વેટીવ પક્ષ માટે આવનાર સમયમાં મોટા પડકારો ઉભા થવાની સંભાવના છે.  દરેક પક્ષે સંસદમાં પોતાનું વલણ કટ્ટર બનાવ્યું છે અને સમજૂતી નહીં અથવા બ્રેક્ઝીટ સમજૂતી નહી વચ્ચે પસંદગી ઉભી થઈ રહી છે. મહિને યોજાયેલી ચૂંટણીમાં પણ કન્ઝર્વેટિવ પક્ષે એક હજાર ૩૩૪ કાઉÂન્સલરો ગુમાવ્યા છે.  બ્રેÂક્ટઝ મુદ્દે ઉપરા ઉપરી પરાજ્ય મળતો રહ્વો હોવા છતાં પ્રધાનમંત્રી થેરેસા મેએ પદ પરથી રાજીનામું આપવાની બાબત ટાળી દીધી છે. સંસદમાં બ્રેક્ઝીટ સમજૂતી અંગેના મતદાનમાં ચોથી વખત હારનો સામનો કરાયો પડે તો થેરેસા મે સાંસદો જનમતના નિર્ણયને યાદ રાખે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.    સમગ્ર વિવાદમાંથી થેરેસા મે સફળતાપૂર્વક બહાર નીકળશે, તો તે બાબત થેરેસા મે માટે તેમજ તેમની સરકાર માટે મોટો વિજય હશે. પણ જા આનાથી વિપરીત સંજાગો ઉભા થાય, તો બ્રિટનને વાસ્તવિક આર્થિક અને બંધારણીય એકતા Âસ્થરતા મેળવતા પહેલા ઘણાં અવરોધોનો સામનો કરવો પડશે.  સમગ્ર રીતે જાતા સમજૂતી સધાય કે સધાય પણ બ્રિટન વર્ષના ૩૧મી ઓક્ટોબર સુધીમાં યુરોપીયન સંઘમાંથી અળગુ થશે બાબત નિશ્ચીત છે. યુરોપીયન સંઘના ૨૭ સભ્યોએ અલગ થવાની સમજુતી ઉપર ફેરવિચારણા કરવા માટે વધુ માસનો સમય આપ્યો છે. ભારતમાં બ્રીટન સાથેના વેપાર ક્ષેત્રે બ્રેÂક્ઝટ સમજુતીની અસર થશે કે નહીં થાય તે મુદ્દે મતમતાંતરો છે. ભારતીય રીઝર્વ બેંકે તેના અહેવાલમાં નોંધ્યું છે કે, બ્રેÂક્ઝટના લીધે ભારતીય નિકાસકારોને ભારતબ્રિટન વચ્ચેના દ્વિપક્ષીય વેપાર અંગેની સમજુતીઓ બાબતે પુનઃ વિચારણાની તક મળશે. સમજુતી થાય તો બ્રિટનના ચલણ પાઉન્ડને સીધી અસર થશે. આના પરિણામે બ્રિટનની નવી બજાર વ્યવસ્થા પર અસર થાય તેવી સંભાવના છે. બધી પ્રક્રિયામાંથી બ્રિટનના બજારને બહાર આવતા થોડોક સમય લાગશે, વાત નિશ્ચીત છે.

લેખકડોક્ટર સંઘમીત્રા શર્મા, યુરોપીયન બાબતોના વ્યુહાત્મક વિશ્લેષક

શ્રીરંગ તેંડુલકર, જતિન કામદાર, મયુર રાજાણી