દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરતી નવી સીધી વિદેશી રોકાણ નીતિ પરની સમીક્ષા

દેશની આર્થિક નીતિને પ્રોત્સાહિત કરતી અને રોજગારીની તકો વધારતી નવી સીધી વિદેશી રોકાણ નીતિ ભારત સરકારે જાહેર કરી છે, જેનાથી વિવિધ ક્ષેત્રોમાં વિકાસને વેગ મળશે અને રોજગારીની તકો વધશે. વિદેશી રોકાણ નીતિમાં આ સુધારો સરળીકરણ પ્રદાન કરનારો છે, જેનાથી દેશમાં વેપાર કરવાની સરળતા હજુ પણ વધશે. ભારતમાં વિદેશી રોકાણ અંગે બે મહત્વપૂર્ણ પરિબળો જવાબદાર છે, પહેલું સીધું વિદેશી રોકાણ નીતિ અને બીજું ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ… આ નીતિ વિદેશમાંથી આવતા રોકાણને Âસ્થરતા બક્ષશે. કારણ કે આ સુધારાઓ અંતર્ગત હવે રોકાણ અંગે અÂસ્થર રહેલા ક્ષેત્રોને પણ Âસ્થરતા મળશે. અન્ય રોકાણોના વ્યાજદરો કરતાં અહીં વ્યાજ દર ઓછા હોવાથી પણ વિવિધ ક્ષેત્રોને નોંધ પાત્ર લાભ મળશે. આ પગલાંને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સીધા વિદેશી રોકાણને વિદેશી રોકાણમાં પરિવર્તીત કરતી આ નીતિથી Âસ્થરતાની સાથે ટકાઉ રોકાણ મળશે, જે આર્થિક વિકાસમાં ઉદ્દીપકનું કામ કરશે અને રોજગારીની અનેક તકો ઉભી થશે. 

સંરક્ષણ, સંચાર, ઉડ્ડયન, બાંધકામ વિકાસ, વેપાર, ફાર્માસ્યુટીકલ્સ, વિમો, પેન્શન અને બીજી નાણાંકીય સેવાઓને સરકાર દ્વારા જાહેર કરાયેલ ૧૦૦ ટકા સુધીના સીધા વિદેશી રોકાણની મંજુરીથી મહત્તમ ફાયદો થશે. વર્ષ ૨૦૧૯-૨૦ના સામાન્ય અંદાજપત્રમાં નાણાંમંત્રી દ્વારા એફડીઆઈ પોલીસીમાં કરાયેલ સુધારાની દરખાસ્તને પગલે વિદેશી રોકાણ માટે ભારત એક આકર્ષક સ્થળ બન્યું છે. અધિકારીક અંદાજ અનુસાર વર્ષ ૨૦૧૪-૧૫થી વર્ષ ૨૦૧૮-૧૯ સુધીમાં ૨૮૬ બિલિયન અમેરિકી ડોલરનું વિદેશી રોકાણ નોંધાયુ છે, જે વર્ષ ૨૦૦૯-૧૦થી વર્ષ ૨૦૧૩-૧૪ સુધીના સમયગાળાના વિદેશી રોકાણ ૧૮૯ બિલિયન ડોલરની સરખામણીએ એકંદરે ઘણું વધારે છે. 

વર્ષ ૨૦૧૮-૧૯માં અંદાજીત વિદેશી રોકાણ ૬૪.૩૭ બિલિયન અમેરિકી ડોલર અંદાજવામાં આવ્યું છે, જે કોઈપણ નાણાંકીય વર્ષમાં અત્યાર સુધીનું સર્વોચ્ચ રોકાણ છે. તાજેતરની જાહેરાત મુજબ સ્વયં સંચાલિત માર્ગે ૧૦૦ ટકા એફડીઆઈ કોલસાની ખાણોની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઉદ્યોગો માટે કરાઈ છે, જે કોલસાની ખાણોની માળખાકીય સુવિધાઓની સાથે સાથે કોલસાની ખાણ અંગેની જાગવાઈનો ધારો ૨૦૧૫ અને ખાણ ખનીજ ક્ષેત્રે સુધારેલો ધારો ૧૯૫૭ સાથે સંકળાયેલ છે ત્યારે હવે આ પહેલથી ખનીજ મહેસૂલ રોયલ્ટી વધવાની શક્યતા ઉભી થઈ છે. 

મેક ઈન ઈÂન્ડયા પહેલને મજબૂત બનાવતા હવે આ નીતિ કરાર આધારીત ઉત્પાદક ક્ષેત્રોને પણ નવો વેગ આપશે. સિંગલ બ્રાન્ડ રિટેલ ટ્રેડિંગમાં પણ એફડીઆઈ અંગેના નિયમોમાં સરકારે ઘણા સુધારાઓ જાહેર કર્યા છે, જેનાથી નાની કંપનીઓને પણ લાભ મળી રહેશે અને તેઓ પણ પોતાના માલની નિકાસ કરી શકશે. આ સાથે ઓનલાઈન વેપારને વધારવા માટે પણ નવા ક્ષેત્રોને જાડવાનો પ્રયાસ થયો છે, જેમાં ઘણા ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. 

સરકાર માને છે કે, ઓનલાઈન વેપાર વધવાથી ડિઝીટલ પેમેન્ટ, કસ્ટમર કેર જેવા ક્ષેત્રોમાં રોજગારીની તકો વધશે. નવી જાહેરાત અંતર્ગત ડિઝીટલ મીડિયા અને સમાચાર ચેનલોને સરકારે ૪૯ ટકા એફડીઆઈ અંતર્ગત સમાવી છે. ડિઝીટલ મીડિયા સમાચારો અપલોડ કરતી કે સ્ટ્રીમિંગ કરતી ન્યુઝ ચેનલોને તથા પ્રિન્ટ મીડિયાને ૨૬ ટકા એફડીઆઈ અંતર્ગત સમાવાયા છે. 

વિશ્વના વિકસીત દેશો સાથે કદમ મિલાવવા નવી નીતિ, નવું બળ પુરુ પાડશે, તેવું માનવામાં આવે છે. વિશ્વ કક્ષાના વર્ષ ૨૦૧૯ના યુએનસીટીએડીના અહેવાલ અનુસાર વૈશ્વિક કક્ષાએ એફડીઆઈનું પ્રમાણ વર્ષ ૨૦૧૮માં ૧૩ ટકા જેટલું ઘટ્યું હતું, જે લગભગ ૧.૩થી ૧.૫ ટ્રિલિયન અમેરિકી ડોલર જેટલું થાય છે. નવી એફડીઆઈ નીતિની જાહેરાત એ હકારાત્મક અભિગમ સાથે કરાઈ છે કે વેપાર નીતિ સરળ અને ઉદાર બનશે, જેથી દેશમાં વિદેશી મૂડીરોકાણ વધશે.

લેખકઃ- ડો.લેખા ચક્રવર્તી, પ્રોફેસર, એનઆઈપીએફપી