પોલેન્ડ અને હંગેરી સાથેના મજબૂત બની રહેલા સંબંધો અંગે સમીક્ષા

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરની પોલેન્ડ અને હંગેરીની મુલાકાત ભારતના મધ્યઅને પૂર્વ યુરોપના દેશો સાથેના સંબંધોના વિસ્તરણની નેમની દ્વષ્ટિએ ખુબ જ અગત્યની ગણાવી શકાય.

હંગેરી સાથેના ભારતના સંબંધો છેલ્લા કેટલાક વર્ષોમાં ખુબ જ મહત્વના અને સુદ્રઢ બની રહ્યા છે. વિદેશમંત્રી જયશંકરે, હંગેરીના વિદેશમંત્રી પિટર સજ્જાર્તો સાથે મંત્રણાઓ કરી હતી. હંગેરીના વિદેશમંત્રી પિટરે, ફિલ્મ નિર્માણ, ડિજીટલાઇઝેશન જળ વ્યવસ્થાપન, સૂર્યઉર્જા તથા દવાક્ષેત્રે દ્વિપક્ષીય સંબંધો હજી મજબૂત બનાવવા ઉપર ભાર મૂક્યો હતો. ભારતમાં વેપાર તથા મૂડીરોકાણ રહેલું માટે સાનુકૂળ વાતાવરણ તથા ભારતના હંગેરીમાં વધી રહેલા મૂડીરોકાણ અંગે શ્રી જયશંકરે સંતોષ વ્યક્ત કર્યો હતો.

બન્ને આગેવાનોએ શિક્ષણ, પ્રવાસન તથા વિજ્ઞાન ક્ષેત્રે સંબંધો હજી મજબૂત બનાવવા સંમતી આપી હતી. હંગેરીએ આંતરરાષ્ટ્રીય સૂર્ય ઉર્જા જાડાણ આઇ.એસ.એ. જૂથમાં જાડાવાનો નિર્ણય લીધો છે. જેને ભારતે સૂર્યઉર્જા ક્ષેત્રે સહકાર વધારવા માટે સાચી દિશામાં લેવાયેલું પગલું તરીકે ઓળખાવ્યો છે.

ભારતના વિદેશમંત્રીએ ૩૨ વર્ષ બાદ પોલેન્ડની મુલાકાત લીધી છે. જ્યારે પોલેન્ડના વિદેશમંત્રી પ્રોફેસર જજેક કજાપુટોવીજે, જી – વીસ દેશોના સંગઠન તથા સંયુક્ત રાષ્ટ્રસંઘ જેવા સંગઠનોમાં ભારતની કામગીરીને બીરદાવી હતી. તેમણે ભારતને, દક્ષિણ એશિયામાં ભારતને મુખ્ય ભાગીદાર દેશ તરીકે ઓળખાવ્યો હોત.

ભારતે પણ, પૂર્વ તથા મધ્ય યુરોપમાં ભારત વધુ સઘન સંબંધો વધારવા ઉત્સુક હોવાનું જણાવ્યું હતું. બન્ને આગેવાનોએ ન્યાય આધારિત તથા બહુસ્તરીય વિશ્વ વ્યવસ્થાની તરફેણ કરી હતી. તેમણે કહ્યું કે વૈશ્વિક સ્તરે Âસ્થરતા ટકાવવા આ પ્રકારની વ્યવસ્થા જરૂરી છે. બંને મંત્રીઓએ વૈશ્વિક સ્તરના અગત્યના મુદ્દાઓ અંગે તથા શિક્ષણ, આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે સહકાર વધુ સુદ્રઢ કરવા બાબતે ચર્ચા વિચારણા કરી હતી. પોલેન્ડના વિદેશમંત્રી કજાપુટોવીજે આતંકવાદનો સામનો કરવાના પોલેન્ડના સ્પષ્ટ અભિગમની જાણકારી આપી હતી.

આ ઉપરાંત ભારત – પ્રશાંત વિસ્તાર તથા પશ્ચિમ એશિયા વિસ્તારના સલામતી ક્ષેત્રના મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ભારતે, યુરોપીયન સંઘ અને ભારત વચ્ચેના સંબંધો તથા કાર્યક્ષેત્રને બન્ને પક્ષોના લાભમાં ઓપ આપવામાં પોલેન્ડની પ્રતિબધ્ધતાને બીરદાવી હતી. આ પ્રંસગે પોલેન્ડની વિમાન સેવા લાટ દ્વારા વોરસોથી ભારતમાં સીધી વિમાનસેવા શરૂ કરાવાની જાહેરાત કરાઇ હતી.

પોલેન્ડનું આ પગલું બન્ને દેશો વચ્ચે વેપાર તથા પ્રવાસ ક્ષેત્રનો સહકાર વધારવામાં મદદરૂપ થશે. વેપારક્ષેત્રની વાત કરીએ તો પોલેન્ડ ભારતનો મહત્વનો વેપાર  – ભાગીદાર દેશ હોવા ઉપરાંત, મધ્ય યુરોપમાં ભારતની નિકાસમાં મદદરૂપ થાય છે.

ભારત અને પોલેન્ડ વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર હાલ ત્રણ અબજ અમેરીકી ડોલર જેટલો થયો છે. એવી જ રીતે પોલેન્ડ દ્વારા એશિયામાં કરાતા મૂડીરોકાણ પૈકી, ભારતમાં થતું મૂડીરોકાણ ખુબ જ મોટુ અને મહત્વનું છે. શીતયુધ્ધના સમયગાળામાં ભારત તથા મધ્ય અને પૂર્વ યુરોપના દેશો વચ્ચેના સંબંધો સૌથી સૂમેળભર્યા રહ્યા હતા. જા કે, ભારત તથા મધ્ય અને પૂર્વ યુરોપના દેશો વચ્ચેના સંબંધો તેની સંભવિત મહત્તમ કક્ષાએ હજી સુધી પહોંચ્યા નથી.

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ મધ્ય અને પૂર્વ યુરોપના દેશો સાથેના સંબંધો હજી મજબૂત બનાવવાના હેતુથી જ આ વિસ્તારના દેશોની મુલાકાત લીધી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્તર – દક્ષિણ પરિવહન કોરીડોરમાં હંગેરી મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આ પ્રોજેક્ટર હિંદ મહાસાગર તથા બાલ્ટીક દેશો વચ્ચેના સંપર્કો વધારવામાં મદદરૂપ થશે.

પોલેન્ડ ૫૨૪ અબજ યુરોના જી.ડી.પી. દર સાથે યુરોપીયન સંઘમાં સૌથી મોટું સાતમાં ક્રમાંકનું અર્થતંત્ર ધરાવતો દેશ બન્યો છે. પોલેન્ડ સાથેના વધુ સારા સંબંધો ભારતીય રોકાણકારોને વધુ તક ઉપલબ્ધ બનાવશે.

સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં પાકિસ્તાને કાશ્મીર મુદ્દો ઉઠાવવાના કરેલા પ્રયાસો ખાળવામાં પોલેન્ડે ભજવેલી ભૂમિકા જાતા, શ્રી જયશંકરની પોલેન્ડની મુલાકાત અગત્યની બની છે.

લેખક ઃ- ડાp. સંઘમિત્રા  શર્મા, યુરોપીયન બાબતોના વિશ્લેષક