ભારત-રશિયા ઉર્જા સહકાર નવી ઉંચાઇએ અંગે સમીક્ષા

ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ખૂબ જ ગાઢ અને મૈત્રીપૂર્ણ રહ્યા છે.વ્યાપક સહયોગનાં જુદા જુદા ક્ષેત્રોમાં હવે ઉર્જાક્ષેત્ર ઉમેરાયું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગઇકાલે રશિયાના વ્લાદિવોસ્ટોક જવા રવાના થયા છે. આજે તેઓ પૂર્વીય દેશોના આર્થિક મંચની બેઠકમાં હાજરી આપવાના છે. આ ઉપરાંત ભારત-રશિયા વાર્ષિક પરિષદની બેઠક પણ વ્લાદિવોસ્ટોકમાં યોજાવાની છે. આ બેઠક દરમિયાન ઉર્જાક્ષેત્રે મહત્વના કરાર થાય તેવી અપેક્ષા છે.

આ હેતુથી પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રશિયાની ગયા અઠવાડિયાએ મુલાકાત લીધી હતી. તેમાં બંને દેશો દ્વારા પરંપરાગત ઉર્જાક્ષેત્ર માટે અને અણુ ઉર્જા માટેના કરાર સંદર્ભમાં વ્યાપક વિચારણા કરવામાં આવી હતી.

ભારત અને રશિયા વચ્ચેના સંબંધોમાં મૂળ ખૂબ જ ઊંડા છે. શીતયુદ્ધ સમયના ગાળામાં પરંપરાગત અને અણુ ઉર્જા સહકાર બંને દેશો વચ્ચે છે, જે એક ઐતિહાસિક બાબત બની રહી છે.

ભારત અને રશિયા વચ્ચેના ઉર્જાક્ષેત્રના સહયોગ માટે બજાર આધારિત અને જાખમ મુક્ત વ્યવસ્થા મહત્વની બની રહી છે. તેનું નેટવર્ક વિકાસવવા પર બંને દેશોએ ભાર મૂક્યો છે. ભારતે ખાસ કરીને અખાતના દેશો પરની ઉર્જાની જરૂરિયાત તથા નિર્ભરતા ઓછી કરવાના ભાગરૂપે રશિયા સાથે સહયોગ કરવા નિર્ણય કર્યો છે. અમેરિકાએ મૂકેલા પ્રતિબંધોના આધારે આ જરૂરિયાતોમાં વિક્ષેપ ઊભો ન થાય તે માટે આ વિશેષ જાગવાઈ વિચારવામાં આવી છે. આ પ્રકારની બહુધ્રુવીય વ્યવસ્થાથી દેશની ઉર્જાની જરૂરિયાતમાં વિક્ષેપ ન ઊભો થાય તે હેતુથી જ આ પ્રક્રિયા હાથ ધરી છે.

શ્રી ધર્મેન્દ્ર પ્રધાને તેમની મુલાકાત દરમિયાન રશિયાની સરકારના મંત્રીઓ તથા અધિકારીઓ સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની બેઠક યોજી હતી. આ ઉપરાંત ઉર્જા ક્ષેત્રના ખાનગી સાહસોના પ્રતિનિધિઓ પણ બેઠકમાં હાજર રહયાં હતા. રશિયાના નાયબ પ્રધાનમંત્રી યુરી તૃટનેવ અને ઉર્જા મંત્રી એલેકઝાન્ડર નોવાકની હાજરીમાં આ બેઠક યોજાઈ હતી. તેમાં હાઈડ્રોકાર્બન ક્ષેત્રના સહકાર માટે વિશેષ ચર્ચાઓ થઈ હતી. તેમાં ખનીજ તેલ, કુદરતી વાયુ અને કોલસા માટે રશિયાના પુર્વના પ્રાંતમાં પરસ્પર મુડી રોકાણ માટેની સંભાવનાઓ પણ વિચારવામાં આવી હતી. આ બેઠકના કારણે બંને દેશો વચ્ચે કેટલાક મુદૃઓમાં સમજુતી થઈ હતી. ખનીજ તેલ ઉત્પાદક દેશોના સંગઠનના સભ્ય દેશ તરીકે રશિયા દ્વારા ભારતની ઉર્જાક્ષેત્રની જરૂરીયાતોને પહોંચી વળવા માટે કટીબધ્ધતા દર્શાવવામાં આવી હતી. ખનીજ તેલના ભાવોમાં થઈ રહેલી વધ ઘટને પહોંચી વળવા માટે અને તેનો અવિરત પુરવઠો મળી રહે તેની ખાતરી કરવા માટે વિશેષ સમજુતી થઈ હતી. તે દ્વારા ઉત્પાદક દેશ અને વપરાશકર્તા દેશ વચ્ચેના પરસ્પરના વેપારી સહયોગ માટે સંમતી દર્શાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભારતની ખનીજ તેલની જરૂરીયાતના ચોથો ભાગ તે ખનીજ તેલ ઉત્પાદક દેશો પાસેથી મેળવે છે તે દ્વારા ભારતીય ભૌગોલીક તેમજ રાજકીય ક્ષેત્રે જરૂરીયાતોને પહોંચી વળવાના પ્રયત્નો થાય છે.

શ્રી નરેન્દ્ર મોદીની વ્લાદિવોસ્ટોકની મુલાકાત સમયે ભારત અને રશિયા વચ્ચે ઉર્જા ક્ષેત્રના સહકાર માટેના કરાર થશે અને તે દ્વારા સંકલિત સહભાગી વ્યવસ્થા માટે પાયો નંખાશે. રશિયાના પુર્વ પ્રાંતમાં ખનીજ તેલનો વિપુલ જથ્થો છે. પરીણામે એક ઉર્જા પથ જાડવા માટે પણ વિચારણા ચાલી રહી છે. આ માટે પરસ્પર મુડી રોકાણની પણ તૈયારીઓ છે. ઓનએનજીસી, ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન સહિતની ભારતીય કંપનીઓ અને રશિયાની સરકારી તથા ખાનગી કંપનીઓ વચ્ચે આ મુદૃ પરામર્શ ચાલી રહયો છે. ભારતીય કંપનીઓએ ત્યાં મુડીરોકાણ કરેલુ છે. ખાસ કરીને સખાલી, વાંકોર અને તાસ યુરીખ ખાતે સહભાગી સંબંધોથી પ્રોજેકટ શરૂ કરાયેલા છે.

રશિયાની દ્રષ્ટીએ જાઈએ તો ચીન દ્વારા સાઈલેરિયામાં થઈ રહેલા ઉર્જા ક્ષેત્રના વિસ્તરણને ધ્યાનમાં રાખીને ભારત સાથેનો સહયોગ વ્યુહાત્મક બની રહે છે. ગેસ ઓથોરીટી ઓફ ઈÂન્ડયા દ્વારા રશિયાના ગાઝપ્રોમમાં ર૦૧૮માં પ્રવાહી કુદરતી વાયુ માટે મંત્રણાઓ થઈ હતી. રશિયાની કંપનીઓ રોસનેફટ દ્વારા એસ્સાર ઓઈ જેવી કંપનીમાં મુડી રોકાણ કરીને નયારા પ્રોજેકટ અમલી બનાવાયો છે. ભારતે નોવાટેક કંપનીને પણ ભારતમાં ખનીજ તેલ સંશોધન, ગેસ વિતરણ જેવા પ્રોજેકટો માટે આમંત્રીત કરી છે. બંને દેશોના નેતાઓ વચ્ચેની બેઠક અને કરારના કારણે ઉર્જા સહકારનું નવુ પ્રકરણ ઉમેરાઈ રહયું છે. વ્લાદિવોસ્ટોકમાં યોજાઈ રહેલી આ મંત્રણાઓથી દ્વિપક્ષી અને રાજદ્વારી સંબંધોમાં વધુ મહત્વનું પ્રકરણ ઉમેરાયું છે.