દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવતી સંરક્ષણ મંત્રીની જાપાન મુલાકાત

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ બીજી ત્રીજી સપ્ટેમ્બરે જાપાનની મુલાકાતે ગયા હતા હાલ તેઓ કોરિયા ગણતંત્રની મુલાકાતે છે . ઈન્ડો પેસિફિક ક્ષેત્રના ભૌગોલિક વ્યૂહાત્મક દ્રષ્ટિએ આ બંને મુલાકાતો મહત્વની છે.  સંરક્ષણ મંત્રીએ તેમની મુલાકાત દરમિયાન ઈન્ડો પેસિફિક વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે મહત્વના એવા કેટલાક દ્વિપક્ષીય તેમજ પ્રાદેશિક મુદ્દાઓ અંગે તેમના સમકક્ષ મંત્રીઓ સાથે વિચારવિમર્શ કર્યો હતો.

શ્રી સિંહ અને તેમનાં સમકક્ષ તાકેશી ઇવાયાની સહ અધ્યક્ષતામાં યોજાયેલી વાર્ષિક સંરક્ષણ મંત્રાલય સ્તર ની ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને જાપાનની વિશેષ વ્યૂહાત્મક તેમજ વૈશ્વિક ભાગીદારી વધારવાનો હતો. શ્રી સિંહે જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબેની પણ મુલાકાત લીધી હતી. બન્ને દેશો વચ્ચેના સંરક્ષણ ક્ષેત્રના સંબંધો વધી રહ્યા છે. બંને દેશોએ સંયુક્ત રીતે મહત્વના મિલેટ્રી પ્લેટફોર્મ વિકસાવવાનો નિર્ણય કર્યો છે શ્રી સિંહની મુલાકાત દરમિયાન આ અંગે ના પ્રસ્તાવો ઉપર ચર્ચા કરવામાં આવી

જાપાન દ્વારા ભારતને આપવામાં આવતાં યુએસ ૨ વિમાનોનો લાંબા સમયથી ચાલી રહેલા મુદ્દા પર શ્રી સિંહ જાપાનના સંરક્ષણ મંત્રી સાથે કરેલી ચર્ચા તેમની મુલાકાતનો સૌથી મોટો મુદ્દો રહ્યો. બંને દેશો દ્વારા સંરક્ષણ ક્ષેત્રના દ્વીપક્ષીય સંબંધો અંગે વ્યાપક સમીક્ષા કરવામાં આવી આ ઉપરાંત ઈન્ડો પેસિફિક વિસ્તારની એકંદર પરિસ્થિતિ અંગે પણ બંને દેશોએ મંત્રણા કરી જ્યાં ચીન તેની સેના વધારી રહ્યું છે. ભારત જાપાન અને અમેરિકા દર વર્ષે થનારી મલાબાર દરિયાઈ કવાયતના મુખ્ય ભાગીદાર દેશ છે. આ કવાયતનો ઉદ્દેશ ત્રણેય દેશોના નૌકા દળો વચ્ચે દરિયાઈ સહકાર વધારવાનો છે. આ ત્રિપક્ષીય દરિયાઈ કવાયત આ વર્ષે સપ્ટેમ્બર અને ઓકટોબર મહિના દરમિયાન યોજાશે ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દે વધી રહેલા તનાવ વચ્ચે શ્રી સિંહની આ જાપાન મુલાકાત થઈ હતી. પાકિસ્તાન દ્વારા કાશ્મીરનો મુદ્દો વૈશ્વિક બનાવવાનો નિર્ણય કરવામાં આવતા શ્રી રાજનાથસિંહે જાપાનને કાશ્મીર અંગેના પાકિસ્તાનના ઇરાદા અંગે જાણ કરી હતી.

મોદી સરકાર દ્વારા અનુચ્છેદ ૩૭૦ અંગે લેવાયેલા નિર્ણય વિરુદ્ધ અભિયાન શરૂ કરતા ચીને વિવાદાસ્પદ દક્ષિણ ચીન દરિયાઈ વિસ્તારમાં શરૂ કરેલી કવાયત અંગે ભારતે ઉઠાવેલા અવાજ બાદ ભારત જાપાનને સંયુક્ત નિવેદન આપ્યું છે દ્વિપક્ષીય બેઠક બાદ જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં નોંધ્યું છે કે ભારત પ્રશાંત વિસ્તાર તથા વિશ્વભરમાં સમૃદ્ધિ માટે મંત્રીઓએ ભારત પ્રશાંત દરિયાઈ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતાને સ્વીકૃતિ આપી છે તથા કોરિયન દ્વીપકલ્પ અને દક્ષિણ ચીન દરિયાઈ વિસ્તારમાં થઈ રહેલા બદલાવ સહિત ભારત પ્રશાંત ક્ષેત્રે હાલની સુરક્ષા સ્થિતિ અંગે વિચારોની આપલે કરી રહ્યા છે આ નિવેદન ભારતે ચીન દ્વારા દક્ષિણ વિસ્તારમાં હાથ ધરાયેલી પ્રવૃત્તિઓ અંગે અવાજ ઉઠાવવા બાદ આપ્યું છે જાપાનના પ્રધાનમંત્રી સાથેની બેઠકમાં, શ્રી સિંહે તેમને જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હોવા અંગે તથા અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના પગલા ઉત્તર રાજ્યોના લોકોને લાભદાયી નીવડશે. તેમ જણાવ્યું હતું શ્રી સિંહે આબે ને સ્પષ્ટપણે જણાવ્યું કે પાકિસ્તાનનો જમ્મુ-કાશ્મીર પર કોઇ અધિકાર નથી શ્રી આ બે આ મહિને સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભામાં શ્રી મોદી ને મળે તેવી સંભાવના હોવાથી આ સ્પષ્ટતા મહત્વપૂર્ણ બની રહી છે આ સંયુક્ત નિવેદનમાં ઓક્ટોબર ૨૦૧૮ માં શ્રી મોદી અને શ્રી આબેના નિવેદન નો ઉલ્લેખ પણ કરાયો છે જેમાં બંને નેતાઓએ મુક્ત અને સ્થિર ભારતીય પ્રશાંત ક્ષેત્ર સંદર્ભે સાથે મળી કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી ભારત પ્રશાંત ક્ષેત્રે શાંતિ અને સમૃદ્ધિ માટે સહકાર અંગે ભારત જાપાન વાર્ષિક સમીટ પહેલા બંને દેશો વચ્ચે પ્રથમ વિદેશ તથા સંરક્ષણ મંત્રી-સ્તરને સંવાદ યોજાશે બંને દેશોએ જાપાન ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સહકાર MINEX ચાલુ રાખવાનો પણ ઠરાવ કર્યો હતો. MINEX ગત જુલાઈએ યોજાઈ હતી.

લેખક સંસદના લોકસભાના સંશોધક પ્રોફેસર રાજારામ પંડા