ભારત-રશિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ

ભારત અને રશિયા વચ્ચે થયેલી ૨૦મી વાર્ષિક પરિષદ એ બદલતી વૈશ્વિક પરિસ્થિતિમાં બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી આવેલી એક વિશિષ્ટ વ્યૂહાત્મક ભાગીદારીની પુરવાર છે.
રશિયાના અતિ પૂર્વીય વ્લાદીવોસ્ટોક ખાતે યોજાયેલી પૂર્વીય આર્થિક મંચની પાંચમી પરિષિમાં ભાગ લેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાના બે દિવસીય પ્રવાસે ગયા હતા.
આ પરિષદ દરમિયાન ભારતે તેની એક્ટ ફાર ઇસ્ટ નીતિ રજૂ કરી હતી જે ભારતની પાંચમી વાટાઘાટોને આગળ લઈ જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસાધનો થી સમૃધ્ધ એવા રશિયાના અતિ પૂર્વીય વિસ્તારોના વિકાસ માટે એક અબજ રૂપિયાની આર્થિક સહાય જાહેર કરી. એક્ટ ફાર ઇસ્ટ નીતિ ભારતને આ વિસ્તારમાં વધુ રોકાણ કરવા મદદરૂપ થશે. ભારત આ વિસ્તારમાં હીરા કોલશો તેમજ સોનાના ખાણકામમાં રોકાણ કરી રહ્યું છે
બંને દેશો વચ્ચેના સંબંધો વિશિષ્ટ તેમજ એકબીજાને લાભદાયક રહ્યા છે જેમાં સહકારના તમામ સંભવિત ક્ષેત્રોને આવરી લેવાયા છે. આ ઉપરાંત એક સમાન નાગરિક મૂલ્યો, વર્ષોથી ચાલી આવેલી મૈત્રી, પરસ્પર વિશ્વાસ, સમાન હિતો અને વિકાસ તેમજ આર્થિક પ્રગતિના મૂળભૂત મુદ્દાઓ પ્રત્યેનો સમાન અભિગમ જેવા ઘટકો ભારત અને રશિયાને વૈશ્વિક તેમજ પ્રાદેશિક સ્તરે નજીક લાવવામાં મદદરૂપ થયા છે. બંને દેશો વચ્ચે થયેલી મંત્રણામાં શાંઘાઈ સહકાર પરિષદ ચર્ચાનું મુખ્ય કેન્દ્ર હતું. ભારતના આંતરિક કાશ્મીર મુદ્દા ઉપર પાડોશી દેશ પાકિસ્તાને શરૂ કરેલા શોર બકોર સહિત બંને દેશોને લગતા કેટલાક પડકારોની પૃષ્ઠભૂમિમાં , આ વાર્ષિક પરિષદ દરમિયાન બંને નેતાઓએ શ્રેષ્ઠ આગેવાની બતાવી હતી. કલમ ૩૭૦ નાબૂદ કરવાનો નિર્ણય એ ભારતની આંતરિક બાબત છે તેમ જણાવી રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સહિતના આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતને સ્પષ્ટ ટેકો જાહેર કર્યો હતો
૨૦મી વાર્ષિક પરિષદમાં બંને આગેવાનોએ વેપાર સંરક્ષણ અવકાશ ઉર્જા તેમજ દરિયાઇ પરિવહન જેવા દ્વિપક્ષીય સહકાર ના નવા ક્ષેત્રો શોધવા પર ધ્યાન આપ્યું હતું.
આર્થિક મંચ ઉપર રાષ્ટ્રપતિ પુતીને વાર્ષિક વેપારના વ્યાપમાં ૧૭ ટકા વધારા માટે સંતોષ વ્યકત કર્યો હતો, જે વર્ષ ર૦૧૮માં ૧૧ બીલીયન ડોલરે પહોચ્યો છે. બંને નેતાઓએ આર્થિક અને વેપાર સહયોગને વધુ આગળ વારવાના પાયારૂપે એક મજબુત, બહુઆયામી વેપાર અને આર્થિક સહયોગને મહત્વ આપ્યું હતું. મેક ઈન ઈÂન્ડયા કાર્યક્રમમાં રશિયાની ભાગીદારી વધારવા અને રશિયાના રોકાણ પ્રોજેકટમાં ભારતીયોની ભાગીદારી વધારવાની પણ ચર્ચા કરાઈ હતી.
ઉર્જા ક્ષેત્રમાં હાલના ઉર્જા સહયોગની પ્રશંસા કરતા ભારત અને રશિયા ભારતના ભુસ્તરશા†, સંશોધન, તેલ અને ગેસ જેવા ક્ષેત્રે સંયુકત વિકાસમાં સહકાર આપવા કટીબધ્ધ છે. લાંબા ગાળાના સહકારમાં આર્કેટીકમાં ઉતરી સમુદ્રી માર્ગ દ્વારા ભારત આર્કટીકમાં રશિયા સાથે સહયોગ આપવા માટે ઉત્સુક છે. બંને પક્ષોએ ર૦૧૯-ર૦ર૪ માટે હાઈડ્રોકાર્બનમાં સહકાર માટેના રોડમેપ પર હસ્તાક્ષર કર્યા છે. આશા છે કે ઉર્જા ક્ષેત્ર આગામી પાંચ વર્ષમાં નવી ઉંચાઈને સ્પર્શશે.
આંતરરાષ્ટ્રીય ઉત્તર દક્ષિણ પરીવહન કોરીડોર (આઈએનએસટીસી) પર પણ વિચાર વિમર્શ થયો હતો. પરીવહન ક્ષેત્રે ડીજીટલ ટેકનોલોજી, ઉપગ્રહ સંશોધન સહિત ઈલેકટ્રોનીક દસ્તાવેજના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ચેન્નાઈ અને વ્લાદિવોસ્તકિ વચ્ચે એક નવો સંપર્ક માર્ગ રજુ કરવો, જેમાં આર્થિક અને વ્યાપારી રોકાણ માટે વચનબધ્ધતા વ્યકત કરવામાં આવી.
સંરક્ષણ ક્ષેત્રે મોટી સફળતામાં ભારત ટેકનોલોજીની આપ-લે અંતર્ગત રશિયન સંરક્ષણ ઉપકરણો માટેના સ્પેર પાર્ટસ અને કેટલાક પાર્ટનું ઉત્પાદન શરૂ કરશે અને સંયુકત સાહસ કરશે. બંને દેશો પારંપરિક લોજીસ્ટીક સપોર્ટ પર સહયોગ માટે એક માળખું તૈયાર કરવા સહમત થયા હતા.
અવકાશ અંગે ભારતે જાહેરાત કરતા કહયું કે ગગનયાન સંચાલિત મિશન માટે ભારતીય અવકાશ સંશોધકોને રશિયામાં તાલીમ આપવામાં આવશે. રશિયા અને ભારતે એક બીજાના સાંસ્કૃતિક અને પરસ્પર દ્વિપક્ષી સંબંધોને ગાઢ બનાવતા પુજય મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતિ નિમિત્તે રશિયામાં એક સ્મારક ટીકીટ બહાર પાડી હતી.
એકંદરે વાર્ષિક શિખર સંમેલન અને પાંચમું પુર્વીય આર્થિક મંચ નવી એકટ ફારઈસ્ટ નીતીરજુ કરવા ઉપરાંત તમામ ક્ષેત્રોમાં નવા વિકાસ સાથે આગળ વધારીને એક મોટી સફળતા તરીકે ગણાવી શકાય.