ફરી એકવાર એકલ પડતું પાકિસ્તાન

કાશ્મીર મુદ્દે પાકિસ્તાન ફસાઈ ગયું છે. કાશ્મીરને અપાતા વિશેષ દરજ્જાને રદ કરવાના ભારતના નિર્ણય અંગે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદાયનો ધ્યાન દોરવાના સઘન પ્રયાસો કરી રહ્યું છે જોકે ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે આ નિર્ણય તેની આંતરિક બાબત છે અને ભારત પોતાનો અભિગમ રજૂ કરવામાં સફળ રહ્યું છે.  વિશ્વના મોટાભાગના દેશોએ ભારતના નિર્ણયને આવકાર્યું છે તેમ છતાં પાકિસ્તાન આ અંગે હજુ સમાધાની થયું નથી. પાકિસ્તાનને તેના નજીકના મિત્ર દેશો દ્વારા પણ એકલ પાડવામાં આવી રહ્યું છે ગયા અઠવાડિયે પાકિસ્તાનના પ્રધાનમંત્રી અને આર્મીના વડાએ સાઉદી અરેબિયાના અને સંયુક્ત અરબ અમીરાતના વિદેશ મંત્રીઓને આમંત્રિત કર્યા હતા. બધા આગેવાનો વચ્ચે થયેલી મંત્રણામાં બંને વિદેશ મંત્રીઓએ પાકિસ્તાનનો પક્ષ સાંભળ્યો હતો ત્યારબાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ જણાવ્યું હતું કે આ બંને દેશો પાકિસ્તાન અને નિરાશ નહીં કરે તે અંગે તેઓ આશાવાદી છે. આનાથી વધારે મૂર્ખામી ભરેલું નિવેદન બીજું કોઈ નથી. પાકિસ્તાનના વિશ્લેષકો પણ એવું માને છે કે બંને વિદેશ મંત્રીઓની મુલાકાત માત્ર ફોટા પાડવા માટેની તક હતી. પાકિસ્તાન એવો દાવો કરે છે કે તે સાઉદી અરેબિયા અને સંયુક્ત અરબ અમીરાત સાથે ની રાજદ્વારી મંત્રણામાં સફળ રહ્યું છે જોકે બંને ટોચના અરબ દેશો આ અંગે તટસ્થ રહ્યા હતા. એનાથી એ સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનની રજુઆતો નિષ્ફળ રહી છે. બેઠક બાદ પાકિસ્તાની મીડિયામાં આ અંગે રોષ સર્જાયો હતો  પરંતુ મીડિયાના પ્રમુખોને સમયસર આ રોષ અટકાવવામાં સફળતા મળી હતી. આ ગેરરીતિ માટે પાકિસ્તાન પોતે જવાબદાર છે. પાકિસ્તાનને અરબ દેશો દ્વારા સમયાંતરે આર્થિક સહાય મળે છે ગયા વર્ષે સાઉદી અરેબિયા અને યુએઈ દ્વારા પાકિસ્તાનને છ અબજ ડોલર જેટલી આર્થિક સહાય આપવામાં આવી હતી સાઉદી અરેબિયામાં રહેતા પાકિસ્તાની લોકોને સાઉદીઓ દ્વારા ગરીબ ગણવામાં આવે છે જે વાસ્તવિકતા અંગે અવગણી શકાય નહીં. જ્યારે સૌદી માં રહેતા ભારતીય લોકો ત્યાં આ વિદેશી ર્વકિંગ ફોર્સ નો મોટો હિસ્સો ધરાવે છે. અખાતી દેશોમાં રહેતા ભારતીય લોકો તેમના કૌશલ્ય શિક્ષણ ટેકનીકલ જ્ઞાન માટે ઓળખાય છે તેઓ જ્યાં રહેતા હોય તે દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે ૨૦૧૬માં સાઉદી અરેબિયાના કિંગ સલમાને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન કિંગ

અબ્દુલ અઝીઝ સાશ એનાયત કર્યો હતો સાઉદીના રાજા મોહમ્મદ બિન સલમાએ ૨૦૨૧ સુધીમાં ભારતમાં ૧૦૦ અબજ ડોલર રોકાણ કરવાની નેમ વ્યક્ત કરી હતી અગાઉ તેમણે પાકિસ્તાનને ૨૦ અબજ ડોલર રૂપિયાની રોકાણ કરવાનું આશ્વાસન આપ્યું હતું જેનાથી સ્પષ્ટ થાય છે કે અરબ દેશો લોકોને લાભદાયી થાય એવા સંબંધો વિકસાવવા ઉત્સુક છે અને તેઓ ધર્મનો મુદ્દો ધ્યાનમાં નથી લેતાં.

સંયુક્ત આરબ અમીરાતે પાકિસ્તાનની વાત સાથે ખાસ સંમતિ દર્શાવી નથી. સંયુક્ત આરબ અમીરાતના ભારત ખાતેના રાજૂદત અહમદ અલ બન્નાએ ભારતના પગલાને તેની આંતરિક બાબત અને Âસ્થરતા તથા શાંતિ તરફનું પગલું ગણાવ્યું હતું. બાદમાં યુ.એ.ઇ એ તેના સર્વોચ્ચ નાગરીક પુરસ્કાર ઓર્ડર ઓફ ઝાયેદથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સન્માનિત કર્યા હતા. જેનાથી પાકિસ્તાન વિચલિત થતા તેમના સેનેટ ચેરમેન સાદીક સંજરાનીએ યુ.એ.ઇ.ની મુલાકાત રદ કરી હતી.

જયારે પાકિસ્તાનના સમીક્ષકો દ્વારા આરબ દેશોએ ભારતને કરેલા સમર્થનની ટીકા કરાઇ રહી છે. ત્યારે પાકિસ્તાનની ગલીઓમાં લોકો તેમના નેતા તથા લશ્કરને – ચીન ખાતે ઉઇઘર મુÂસ્લમોને જબરજસ્તી શિબીરો મોકલાઇ રહ્યા છે, તે અંગે કેમ બોલતા નથી તેવો પ્રશ્ન પૂછી રહ્યા છે તેમને પણ ખબર છે કે ચીન-પાકિસ્તાન કોરીડોર તેમના દેશ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. પાકિસ્તાન, યમન ખાતે થઇ રહેલા મરણો કે વિનાશ અંગે પણ ચૂપ છે. લશ્કરી તથા નાગરીક સહાય માટેના પાકિસ્તાનના લોભે ઘણા દાયકાઓથી બીજાના હિતોની સેવા કરી છે.

વિશ્લેષકોના મતે ઉર્જા યુક્ત મુત્સુદીગીરી પાકિસ્તાન માટે લાભદાયી નીવડશે નહીં, પાકિસ્તાન મુÂસ્લમ દેશો પાસેથી સમર્થન મળશે તેવી આશા રાખી મુર્ખામી કરી રહ્યું છે.

ઇસ્લામિક દેશોને સમજાઇ ગયું છે કે, પાકિસ્તાનને એક જ રાગ આલાપવામાં રસ છે. ૭૨ વર્ષમાં તેણે કાદવમાંથી બહાર આવવા કંઇપણ કર્યું હતું. જયારે પાડોશી દેશોમાં ખુબ વિકાસ થયો છે. તથા ઇસ્લામાબાદ બીજાની સહાય પર ટકી રહેલું અને આતંકવાદ નિકાસ કરતું રાજ્ય છે. જે તેની વૈશ્વિક Âસ્થતિ સૂચવે છે. હવે પાકિસ્તાને ઉપચારાત્મક પગલા લેવાનો સમય આવી ગયો છે.

લેખક આકાશવાણીના સમાચાર વિશ્લેષણ કૌશિક રોય