ઈરાને અણુ કરારની ખાતરીમાં પીછેહટ કરી

ઈરાન અને અમેરીકા વચ્ચેના તનાવપુર્ણ સંબંધોના કારણે આંતરરાષ્ટ્રીય સલામતીના પ્રશ્નો વધુ ઘેરા બન્યા છે. જુલાઈ ર૦૧પ ના કરારમાંથી અમેરીકા નીકળી જતાં ઈરાન પણ હવે આ કરારમાં પીછેહટ કરી રહયું છે. વિશ્વના દેશો સમક્ષ તેણે જાહેર કરેલી કટીબધ્ધતા અને આપેલી ખાતરીમાં હવે તે પાછુ ફરી રહયું છે. મુળ બાબત એ છે કે અમેરીકા બાદ હવે યુરોપીય સંઘ પણ તેની ખાતરીઓને જાળવી રહયું નથી. પરીણામે તે પણ મુકરર જઈ રહયું છે. ખરેખર તો ઈરાન અને યુરોપીય સંઘ ર૦૧પ ના અણુ કરારની કટીબધ્ધતા જળવાઈ રહે તેના માટે ખુબ જ પ્રયત્નશીલ છે. આ માટે યુરોપીય સંઘ ઈરાનને અપાયેલા આર્થિક વચનોને વળગી રહે તે જરૂરી છે અને તેના લાભ તેને મળવા જાઈએ. આમ બંને પરસ્પર સંકળાયેલા છે અને મર્યાદાઓથી બંધાયેલા પણ છે.

ઈરાનની અણુ ઉર્જા સંસ્થાના નિયામક અલી અકબર સાલેહીએ આ નિર્ણયો અંગે તાજેતરમાં કેટલીક સ્પષ્ટતાઓ કરી છે. તેમણે કહયું કે ઈરાન પોતાની સાર્વભૌમ સત્તાઓના આધારે કોઈપણ નિર્ણય લેવા સ્વતંત્ર છે. યુરોપીય સંઘ જયારે તેની ખાતરી અને કટીબધ્ધતાઓ જાળવવામાં નિષ્ફળ રહયું છે ત્યારે ઈરાન પણ તેની ખાતરીમાં પાછુ ફરી શકે છે. તેમણે કહયું કે યુરોપીય સંઘના દેશો ઈરાનને આર્થિક સહયોગ પુરો પાડવામાં નિષ્ફળ રહયાં છે. અમેરીકાએ મુકેલા પ્રતિબંધોના પગલે વિદેશ વેપારમાં ઈરાનને સહયોગ આપ્યો નથી. પરીણામે અણુ કરારની શરતોમાંથી ઈરાન પણ બહાર નીકળી રહયું છે.

ઈરાનની સમાચાર સંસ્થાએ ગયા અઠવાડીયામાં જણાવ્યું કે ઈરાનના વિદેશ મંત્રી જાવદ ઝરીફે યુરોપીય સંઘના વિદેશ નીતી બાબતોના વડાને એક પત્ર લખ્યો છે અને તેમાં અણુ સંશોધન અને વિકાસ કાર્યવાહીમાં ફેરફારો અંગેનો નિર્ણય જણાવ્યો છે. આ નિર્ણય અનુસાર ઈરાન યુરેનિયમ શુÂધ્ધકરણ માટેના પ્લાન્ટ કાર્યરત કરી શકે છે. જા કે તેણે સ્પષ્ટતા કરી છે કે આ પ્લાન્ટ માત્ર શાંતીપુર્ણ હેતુઓ માટે કાર્ય કરશે અને આંતરરાષ્ટ્રીય અણુ ઉર્જા સંસ્થાની દેખરેખ હેઠળ રહેશે. જા યુરોપીય સંઘ તેના વચન પાળશે તો ઈરાન આ નિર્ણય પાછો ખેંચવા પણ તૈયાર હોવાનું જણાવ્યું હતું. જા કે ઈરાને કરેલી આ જાહેરાતનો અર્થ એ નથી કે ર૦૧પ નો અણુ કરાર રદ થઈ ગયો છે. આ ઈરાન દ્વારા ઉપયોગમાં લેવાયેલી દબાણ ઉભુ કરવાની તરકીબ છે અને તે દ્વારા યુરોપીય સંઘમાંથી મળતા આર્થિક લાભ ઝડપી બને તેવો આશય દેખાઈ રહયો છે. યુરોપીય સંઘે ફ્રાન્સના નેતૃત્વમાં અણુ કરાર યથાવત જળવાઈ રહે તેવા પ્રયત્નો ચાલુ રાખ્યા છે. જી-સાત દેશોની ગયા મહિને યોજાયેલી બેઠક દરમિયાન ફ્રાન્સે આ કરાર યથાવત રહે તે માટે કટીબધ્ધતા દર્શાવી હતી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમાનુએલ મેક્રોનના આમંત્રણથી ઈરાનના વિદેશ મંત્રી જાવદ ઝરીફ જી-સાત દેશોની બેઠકમાં હાજર હતા. ત્યારે અમેરીકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ ઉપÂસ્થત હતા. જા કે અમેરીકા અને ઈરાન વચ્ચેની બેઠકના પ્રયત્નો શકય બન્યા નહોતા.

અમેરીકા અને ઈરાન વચ્ચેના સંબંધો દીવસે દીવસે બગડી રહયાં છે, ત્યારે પર્શિયાના અખાતમાં પેટ્રોલીયમ ટેન્કરોને રોકવામાં આવે છે. તેના કારણે Âસ્થતિ વધુ કપરી બની રહી છે. આ Âસ્થતિ હળવી બને તે માટે તમામ પક્ષો પ્રયત્ન કરે તે વધુ જરૂરી બન્યું છે. અમેરીકા ઈરાન પર દબાણ વધારવાના પ્રયત્નોમાં કોઈ ફેરફાર કરતું નથી. આ ઉપરાંત ઈરાનની સાથે ખનીજ તેલના વ્યવહાર કરે તેની ઉપર પણ પ્રતિબંધો લાદવાની ધમકી આપી છે. અણુકરારમાં જાગવાઈ છે કે જા ઈરાન કરારની શરતો અનુસાર વર્તે તો તેને આર્થિક સહયોગ આપવામાં આવે. અમેરીકાના નિર્ણયથી સમગ્ર પરિÂસ્થતિ વધુ વકરી છે. ભારત આ પરિÂસ્થતિ પર નજર રાખી રહયું છે. ભારતની ઉર્જાની જરૂરીયાતો ઈરાન સાથે સંકળાયેલી છે. આ ઉપરાંત પડોશી તરીકેના સંબંધો પણ છે.